સુરતમાં ખાડીપૂરનો પ્રકોપ: ત્રણ ખાડીઓ ભયજનક સપાટી વટાવી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Updates : ગુજરાતમાં ગઇકાલે સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો હતો. જ્યાં છેલ્લા 24 કલાકના આંકડા પ્રમાણે પલસાણા તાલુકામાં કુલ 18.19 ઈંચ, તો કામરેજમાં 17.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે બાદ નવસારીમાં 15.28 ઇંચ તો સુરત શહેરમાં 14.09 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પાંચમાંથી ત્રણ ખાડીઓ ભયજનક સપાટીને પાર
સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીપૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. પાંચમાંથી ત્રણ ખાડીઓ ભયજનક સપાટીને પાર કરી ગઈ છે, જેમાં સીમાડા ખાડી 4.50 મીટરની સામે 5.50 મીટરે પહોંચીને ઓવરફ્લો થઈ છે. આના કારણે લિંબાયત, સરથાણા, પર્વત પાટિયા અને ચીકુવાડી સહિતના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. હજારો લોકો પાણી વચ્ચે ફસાયા છે અને જનજીવન તેમજ વાહનવ્યવહાર ખોરવાયો છે.
સુરતમાં જળમગ્ન સ્થિતિમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
સુરતના અનેક તાલુકામાં અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યાં જોઈએ ત્યાં પાણી ભરાયેલા જોવા મળે છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા SDRF, NDRF અને પોલીસની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સુરતના પાંડેસરા વિસ્તારના કૃષ્ણનગર અને ગઢા નગરના ગળાડૂબ પાણીમાં ફસાયેલા 150થી વધુ નાગરિકોને SDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું.
ચાલુ દિવસથી બીજા દિવસની સવાર સુધીની આગાહી? (જિલ્લા પ્રમાણે)
8 જુલાઇથી અને 9 જુલાઇની સવાર (8:30 સુધી)
ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
દાહોદ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આ દિવસે પણ સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિમીની ઝડપે પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
9 અને 10 જુલાઇ
દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
બાકીના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
10 અને 11 જુલાઇ
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના થોડા વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે. ભારે વરસાદની કોઈ ચેતવણી નથી.
અમદાવાદનું હવામાન કેવું રહેશે?
સ્થાનિક સ્તરે અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને એક કે બે વખત ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, જે ક્યારેક ભારે પણ હોઈ શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ (જે સામાન્ય કરતાં 3.9 ડિગ્રી ઓછું છે) અને ન્યૂનતમ તાપમાન 26.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ સાંજે 97% સુધી પહોંચી ગયું હતું.












