સુરતમાં સતત બીજા દિવસે વરસાદની અસર : પાણી ભરાવાથી વાહન વ્યવહારને ફટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain: બુધવાર સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહેતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. શહેરના ઉધના દરવાજા-સચિન રોડ પર નવીન ફ્લોરીન અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક ભારે પાણી ભરાવાથી માર્ગ વાહનવ્યવહાર માટે જોખમી બની ગયો છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત પાલિકાએ આ માર્ગ પરથી પસાર થતી સિટી બસ સેવામાં તાત્કાલિક ફેરફાર કર્યો છે.
પાણી ભરાવાના કારણે R-11 (ઉધના દરવાજા-સચિન) રૂટ ની બસ સેવા હાલ પૂરતી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી છે. જ્યારે R-16 (કોસાડ-સચિન) રૂટ ની બસ સેવા માત્ર ડિંડોલી વારીગૃહ સુધી જ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવીન ફ્લોરીન અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં માર્ગ પર પાણીનો ભરાવો થતાં વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર પાણી ભરાવાને કારણે અકસ્માતની શક્યતા વધતા પાલિકાએ સાવચેતીના ભાગરૂપે બસ સેવામાં ફેરફાર કર્યો છે.
પાલિકાની ટીમ દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ બંને રૂટ પર બસ સેવા ફરી શરૂ કરવામાં આવશે.
બસ સેવામાં કરાયેલા ફેરફાર
R-11 (ઉધના દરવાજા-સચિન) : સેવા સંપૂર્ણપણે સ્થગિત.
R-16 (કોસાડ-સચિન) : સેવા માત્ર ડિંડોલી વારીગૃહ સુધી.
કારણ : નવીન ફ્લોરીન-ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ પર ભારે પાણી ભરાવો.
પાલિકાની કાર્યવાહી : પાણી ઉતારવાની કામગીરી ચાલુ, સ્થિતિ સામાન્ય બન્યા બાદ સેવા પુનઃ શરૂ થશે.









