વડોદરા: એમ.જી. રોડની જ્વેલરી શોપમાંથી ચોરી કરનાર મહિલા ઝડપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: એમ.જી. રોડ પરની જ્વેલરી શોપમાંથી દાગીનાની ચોરી કરનાર મહિલાને સિટિ પોલીસે ઝડપી પાડી ચોરી કરેલા દાગીના કબજે કર્યા છે.
ત્રણ દિવસ પહેલા એમ.જી.રોડ પર જૈન મંદિરની સામે આવેલા રિદ્ધિ જ્વેલર્સ નામની દુકાનના કેશ કાઉન્ટર પાસે શો પીસમાં ચાંદીના દાગીના ભરીને મૂકેલી કાચની બરણીમાંથી ચાંદીના છડા,લક્કી સહિતના દાગીનાઓની ચોરી થઇ હતી.જે અંગે સિટિ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. સિટિ પી.આઇ.એસ.એન.દેસાઇની સૂચના મુજબ, સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એક મહિલા વાઘોડિયારોડ ઉમા ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી હતી.તેની પૂછપરછ દરમિયાન તેણે ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે તેની પાસેથી ચાંદીના 1.61 લાખની કિંમતના દાગીના રિકવર કર્યા હતા. પોલીસે આરોપી રેખાબેન શૈલેષભાઇ ગોદડીયા (રહે. વુડાના મકાનમાં, કિશનવાડી, આજવારોડ) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









