'અમારી પાસે વીડિયો જોવાનો સમય નથી' જંતર-મંતરના આંદોલનકારીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી મુદ્દે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક સુનાવણીનો ઈનકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court on CJP Protest | સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી તાકીદની અરજી પર તુરંત સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અરજદારના વકીલે અદાલતને ઘટનાના વીડિયો જોઈને આ મામલે સ્વયં સંજ્ઞાન (Suo Moto) લેવાની વિનંતી કરી હતી, પરંતુ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે સુનાવણીનો ઇનકાર કરતાં અરજી ફગાવી દીધી હતી.
CJI સૂર્યકાંતની કડક ટિપ્પણી: "અમારી પાસે વીડિયો જોવાનો સમય નથી"
સુનાવણી દરમિયાન વકીલે રજૂઆત કરી હતી કે NEET પરીક્ષા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં સુધારાની માગ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કડક આકરાં પગલાં લીધાં છે અને તેના અનેક વીડિયો ઉપલબ્ધ છે. જોકે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે વકીલને વચ્ચે જ અટકાવતાં કહ્યું હતું કે અદાલતને આવા વીડિયો જોવામાં કોઈ રસ નથી. સીજેઆઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમારી પાસે વીડિયો જોવાનો સમય નથી. તમે કોર્ટનો સમય ન બગાડો અને તમારો સમય પણ બગાડશો નહીં."









