અમદાવાદના શેલામાં હવે દીપડાનું બચ્ચું દેખાયાની વાત ખોટી, વન વિભાગે કરી સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Shella Leopard News : અમદાવાદના શેલામાં સતત ત્રીજા દિવસે જંગલી પ્રાણી દેખાયાની ખોટી માહિતી ફેલાતા સ્થાનિકોમાં ભયનો માહોલ દેખાયો હતો. શરણદીપ સોસાયટીને અડીને આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટીમાં આજે વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા કેટલાક રહીશોએ એક પાર્ક કરેલી ગાડી નીચેથી દીપડાનું બચ્ચું નીકળતા જોયાનો દાવો કરતો એક વીડિયો વાઈરલ કર્યો હતો. જેના CCTV વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. જેને લીધે વનવિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ તેની શોધખોળ માટે કામે લાગી ગઈ હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.
જોકે વન વિભાગની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા વીડિયોમાં દેખાતું પ્રાણી કોઈ હિંસક જીવ નથી પરંતુ બિલાડી હોવાનું બહાર આવ્યું હતું.
નોંધનીય છે કે, બે દિવસ પૂર્વે પણ બરાબર આ જ વિસ્તારમાં દીપડાની હિલચાલ નોંધાઈ હતી, જેને પગલે વન વિભાગની વિવિધ ટીમો સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જોકે, તંત્રની જહેમત અને સતર્કતા છતાં હજુ સુધી આ વન્યજીવને પાંજરે પૂરવામાં કોઈ સફળતા મળી શકી નથી અને સ્થાનિકોમાં ડર યથાવત છે.









