Entertainment

ટ્રેલર રિલીઝ પહેલાં જ રામાયણ ભાગ એકનું પ્રિવ્યુ ફૂટેજ લીક

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
દિલ્હીના ભારત મંડપમમાં 'રામાયણ ભાગ 1'ના પ્રથમ સંકલ્પ કાર્યક્રમ દરમિયાન 1 મિનિટ 28 સેકન્ડની ક્લિપ સ્માર્ટફોન પર રેકોર્ડ થઈ વાયરલ થઈ છે. નીતિશ તિવારી નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ મુખ્ય ભૂમિકામાં છે. 24 જુલાઈએ સત્તાવાર ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં આ લીક થતાં મેકર્સ દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રેલર રિલીઝ પહેલાં જ રામાયણ ભાગ એકનું પ્રિવ્યુ ફૂટેજ લીક

દિલ્હીમાં યોજાયેલી ઈવેન્ટમાંથી લીક થયું
સ્માર્ટફોન પર રેકોર્ડ ક્લિપ વાઇરલ થતાં કાનુની પગલાં લેવાયા

મુંબઇ : જેના વિશે સૌથી દર્શકોમાં વધુ ઇન્તેઝારી પ્રવર્તે છે તે ફિલ્મ 'રામાયણ ભાગ એક'ની એક મિનિટ અને ૨૮ સેકન્ડની ક્લિપ વાયરલ થઈ જતાં ફિલ્મમેકર્સની ઉંઘ ઉડી ગઇ છે. કહેવાય છે કે આ લીક એક સ્માર્ટ ફોન પર રેકોર્ડ કરવામાં આવી હતી. આ લીક ડામવા હવે મેકર્સ કાનૂની પગલાં પણ લઈ રહ્યા છે.
નવી દિલ્હીમાં ૧૮જુલાઇએ ભારત મંડપમમાં પસંદગીના કરાયેલાં આમંત્રિતો સમક્ષ પ્રથમ સંકલ્પ કાર્યક્રમ દરમ્યાન આ ફૂટેજ દર્શાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ આ ક્લિપ ઓનલાઇન ફરતી થઇ ગઇ હતી. ફિલ્મનું ટ્રેલર સત્તાવાર રીતે ૨૪ જુલાઇએ રજૂ થવાનું છે ત્યારે ગણતરીના દિવસો પહેલાં જ આ લીક થતાં તેને ડામવા ફિલ્મમેકર્સ સક્રિય બન્યા હતા. નિતેશ તિવારી નિર્દેશિત 'રામાયણ ભાગ એક'માં રામની ભૂમિકા રણબીર કપૂર, સીતાની ભૂમિકામાં સાઇ પલ્લવી અને રાવણની ભૂમિકામાં યશ જોવા મળશે. આ ફિલ્મના પહેલાં ભાગને દિવાળીના તહેવારોમાં રજૂ કરવામાં આવશે.