Baroda

બરોડા ડેરીના ચેરમેનની ચૂંટણી નહિ યોજવાનો ખેલ,એક ડિરેક્ટરને નોટિસ

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
બરોડા ડેરીમાં 4 મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં 13 ભાજપના ડિરેક્ટરો ચૂંટાયા હોવા છતાં, ચેરમેનની ચૂંટણી ન યોજવાનો ખેલ ચાલી રહ્યો છે. હાઈકોર્ટ દ્વારા ચૂંટણી યોજાઈ હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન, ડિરેક્ટર સતીષ નિશાળિયાને જિલ્લા રજિસ્ટ્રાર તરફથી 6ઠ્ઠીએ નોટિસ અપાઈ છે. તેમાં નિશાળિયા દૂધ મંડળીમાં વહીવટી ક્ષતિઓ બદલ 21મીએ સુનાવણી રખાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા ડેરીના ચેરમેનની ચૂંટણી નહિ યોજવાનો ખેલ,એક ડિરેક્ટરને નોટિસ

બરોડા ડેરીમાં ચાર મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં તમામ ૧૩ ડિરેક્ટર ભાજપના ચૂંટાયા હોવા છતાં ચેરમેનની ચૂંટણી નહિ કરવાનો ખેલ ચાલી રહ્યો છે,જેનું કારણ હાઇકોર્ટ મારફતે ચૂંટણી યોજવી પડી તે બાબતે હોવાનું કહેવાય છે.
બીજીતરફ બરોડા ડેરીના ડિરેક્ટર સતિષ નિશાળિયાને જિલ્લા રજિસ્ટ્રાર તરફથી ગઇ તા.૬ઠ્ઠીએ એક નોટિસ આપવામાં આવી છે.જેમાં તેમની નિશાળિયા દૂધ મંડળીમાં વહીવટી ક્ષતિઓના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે.
આ નોટિસમાં નિશાળિયા દૂધ મંડળી દ્વારા ગંધારા શુગર પાસે રૃ.૧૧ હજારની વસૂલાત નહિ કરવાનો,નિયમો મુજબ દૂધ નહિ ભરનાર સભ્યોને વ્યવસ્થાપક કમિટીમાં ચાલુ રાખવાના,વર્ષ-૨૦૧૫માં પૂરી થયેલી થાપણ રીન્યૂ નહિ કરવા જેવા આરોપો લગાવાયા છે અને આવતીકાલે તા.૨૧મીએ તેની સુનાવણી રાખવામાં આવી છે.