સુરત: માંડવીના 'નિધિ પટેલ લૂંટ વિથ મર્ડર' કેસમાં SITની રચના, SP-ASP અને 4 PI સહિત પોલીસની 20 ટીમો લૂંટારુંઓની શોધમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mandvi Nidhi Patel Murder Case SIT Formed: સુરતના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે નિધિ પટેલ લૂંટ વિથ મર્ડર કેસમાં SITની રચના કરવામાં આવી છે. કેસની ગંભીરતાને પગલે માંડવી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા SP અને કોળી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. ઘટનાના પાંચ દિવસ થયા છે ત્યારે કેસમાં SITની રચના કરાઈ છે. જિલ્લા SP રાજેશ ગઢિયાએ એક ASP, ચાર PI અને એક PSI નો SIT માં સમાવેશ કરાયો છે. આ દરમિયાન પોલીસની 20 અલગ-અલગ ટીમ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
માંડવીના ગોદાવાડી ગામના ટેકરી ફળિયા વિસ્તારમાં 25 વર્ષીય નિધિ પટેલ જ્યારે ઘરે એકલી હતી, ત્યારે કેટલાક શખસો લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ્યા હતા. જેમાં મોડી રાત્રે અજાણ્યા શખસોએ નિધિને ગળેટુંપો આપી હત્યા કરી હતી અને ઘરમાં લૂંટ ચલાવીને મૃતદેહને ઘરના ધાબા ઉપર સંતાડી ફરાર થઈ ગયા હતા.
આરોપીઓ પીડિતાના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડા અને મૃતકનો મોબાઈલ ફોન મળીને આશરે અઢી લાખની કિંમતનો મુદ્દામાલ લૂંટીને જતાં રહ્યા હતા. સમગ્ર મામલે જાણ થતાં પરિવારની ફરિયાદના આધારે માંડવી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, મૃતક નિધિના માતા-પિતા જાત્રાએ ગયા હતા ત્યારે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યું હતું. સમગ્ર મામલે યુવતીના ગુમ મોબાઈલના રિકવર ડેટા અને પેનલ PM રિપોર્ટ આવ્યા બાદ વધુ ખુલાસો થવાની શક્યતા છે. તેવામાં નિધિ પટેલ લૂંટ વિથ મર્ડર કેસમાં SIT રચના બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.




