Entertainment

મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી કરિશ્મા કપૂરે પોતાની સુંદરતાનું રહસ્ય ખોલ્યું છે. તેણે જણાવ્યું કે, બોલ્ડ લિપસ્ટિક પ્રત્યેનો તેનો પ્રેમ ટ્રેન્ડ કે ફિલ્મ સેટ્સથી નહીં, પરંતુ દાદી અને નાની પાસેથી વારસામાં મળ્યો છે. તેની દાદી ઘી ખાતા અને ચહેરા પર પણ લગાડતા હતા, સાથે હોઠ પર ચમકદાર રંગ લગાવતા હતા. કરિશ્માએ પરંપરાગત સૌંદર્ય ધોરણોનું પાલન ન કરવાનો ખુલાસો કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
  • 'મારી દાદી ઘી ખાતા અને ઘી ચહેરા પર પણ લગાડતા અને હોઠ પર બ્રાઇટ રંગ લગાડતા

મુંબઇ : સૌંદર્યની પણ અનોખી વ્યાખ્યા હોય છે. વર્ષોથી તમે ધ્યાનથી જોશો તો કરિશ્મા કપૂર તેની સુંદરતા માટે વિવિધ પ્રતિકોમાંથી એક પ્રતિક માટે જાણીતી છે, જે છે બોલ્ડ લિપસ્ટિક! જો કે આ અંગે અભિનેત્રી કરિશ્મા કપૂર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, 'બોલ્ડ લિપસ્ટિક પ્રત્યેનો મારો અનોખો પ્રેમ એ સુંદરતાના ટ્રેન્ડસ કે ફિલ્મ સેટ્સથી પ્રેરિત નહોતો. આ તો મને મારી દાદી અને નાની પાસેથી વારસામાં મળ્યો હતો.
જ્યારે કરિશ્મા કપૂરને પૂછવામાં આવ્યું કે 'શું તેણે ક્યારેય પરંપરાગત સૌંદર્ય ધોરણોનું પાલન કર્યું છે?' ત્યારે કરિશ્મા કહે છે, 'બિલ કુલ નહીં. હું મારી દાદી અને નાની બંને સાથે મોટી થઇ છું. મારા માટે પણ તેમનું ચોક્કસ ધોરણ હતું અને તે હતું સૌંદર્યનું ધોરણ! કારણ કે તેમની બંનેની ત્વચા સુંદર હતી. તેમણે એથી વધારે કંઇ કર્યું નહોતું. તેઓ જૂના નુસખામાં માનતા હતા.'ખાસ કરીને મારી દાદી સુંદરતા માટે એક સરળ, પરંપરાગત અભિગમ અપનાવતી હતી, 'મારી દાદી ઘી ખાતા અને ઘી ચહેરા પર પણ લગાડતા અને હોઠ પર બ્રાઇટ રંગ લગાડતી. મને લાગે છે કે મને તેમના દ્વારા જ આ બધુ સમજાયું, એમ કરિશ્મા કહે છે.