Ahmedabad

અમદાવાદ ગોતા રોડ હિટ ઍન્ડ રન કેસ: સોલા પોલીસે 200થી વધુ CCTV કેમેરા તપાસી ઘાતકી કારચાલકને ઝડપી પાડ્યો

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ગોતા હિટ ઍન્ડ રન કેસનો સોલા હાઇકોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. 22 ઑગસ્ટે SG હાઇવે પર એક્ટિવાને ટક્કર મારી 3 લોકોને ઈજાગ્રસ્ત કરનાર 29 વર્ષીય કાર ચાલક કિશન ઉર્ફે પોચીની ધરપકડ કરાઈ છે. પોલીસે 200 CCTV ફૂટેજ તપાસી કાર જપ્ત કરી, ચાણક્યપુરીથી આરોપીને દબોચી લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ગોતા રોડ હિટ ઍન્ડ રન કેસ: સોલા પોલીસે 200થી વધુ CCTV કેમેરા તપાસી ઘાતકી કારચાલકને ઝડપી પાડ્યો

Ahmedabad Gota Hit and Run: અમદાવાદના ગોતા વિસ્તારમાં સર્જાયેલા હિટ ઍન્ડ રન કેસનો સોલા હાઇકોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. અકસ્માતના શંકાસ્પદ રૂટ પરના આશરે 200 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીને પોલીસે 29 વર્ષીય કાર ચાલકની ધરપકડ કરી છે તેમજ અકસ્માતમાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ લોકો ગંભીર રીતે એએજાગ્રસ્ત થયા હતા.

22મી ઑગસ્ટે અકસ્માત સર્જાયો હતો

મળતી માહિતી અનુસાર, ગત 22મી ઑગસ્ટની રાતે ગોતા વિસ્તારમાં વોડાફોન ટાવર નજીક સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા એક એક્ટિવાને સામેથી આવતી એક પૂરપાટ ઝડપી કારે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કારચાલક ઈજાગ્રસ્તોને મદદ કરવા રોકાયા વિના ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા મોટર વાહન અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે પણ આ કેસની સમાંતર તપાસ શરૂ કરી હતી. તપાસ ટીમે ઘટનાસ્થળ અને શંકાસ્પદ વાહનની અવરજવર વાળા માર્ગો પરના આશરે 200 સીસીટીવી કેમેરાના રૅકોર્ડિંગ્સની ઝીણવટભરી ચકાસણી કરી હતી.

સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ(બાતમીદારો)ની મદદથી પોલીસને શંકાસ્પદ કાર અને તેના ચાલકની ભાળ મળી હતી. પોલીસે ચાણક્યપુરીના માધવ ગાર્ડન પાસે રહેતા 29 વર્ષીય આરોપી કિશન ઉર્ફે પોચીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યાનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીએ અકસ્માતમાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે અકસ્માતમાં વપરાયેલી કાર કબજે લીધી હતી. સોલા હાઇકોર્ટ પોલીસે સીસીટીવી વિશ્લેષણ અને બાતમીદારોના નેટવર્કથી આ કેસ ઉકેલ્યો હતો.