ઋતિક રોશનની માતા પિંકી રોશને વર્સોવામાં રૂ.34 કરોડમાં 2 એપાર્ટમેન્ટ ખરીધ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ : ઋતિક રોશનની માતા પ્રમિલા રોશન જે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં પિંકીના નામે ઓળખાય છે તેણે વર્સોવામાં ૨ એપાર્ટમેન્ટ ખરીધ્યા છે.૨૪ મા મો આવેલા આ બે એપાર્ટમેન્ટનો કારપેટ એરિયા ૧૨,૮૬૦ સ્કે. ફૂટ છે. જેની સ્કે. ફૂટ પ્રતિ કિંમત ૫૨,૩૩૦ રૂપિયા થાય છે. આ પ્રોપર્ટી સાથે આઠ પાર્કિંગનો પણ સમાવશ છે. આ બે એપાર્ટમાંના એક માટે ૩૪.૮૦ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. જ્યારે બીજા માટે ૩૨.૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ રોશન પરિવારે ૬,૦૦ સ્કે.ફૂટની એક ઓફિસ પાંચ વરસ માટે ભાડા પેટે આપી હતી જેના દ્વારા ૪.૮૪ કરોડ રૂપિયા કુલ મળીને મળશે.
આ પહેલા રાકેશ અને પિંકી રોશને પોતાના જુહ એપાર્ટમેન્ટને ત્રણ વરસના ભાડા પર આપ્યો છે જેના કુલ મળીને ૧.૮૯ કરોડ રૂપિયા ભાડા પેટે મળશે.




