Sahiyar

અજમાવી જૂઓ

By GS Team
14 Sep 20261 min read
અજમાવી જૂઓ
  • અખરોટને છાલમાંથી આખા કાઢવા બે દિવસ રેફ્રિજરેટરમાં મૂકી બરાબર ઠંડા થવા દઈ ફોડવા.
  • પાઉની સ્લાઈસની કાપેલી કિનારીઓ ફેંકી ન દેતાં પરોઠા કે નાન બનાવવાના લોટમાં ભેળવી દેવાથી તેમાંનું પોષક તત્ત્વો વેડફાઈ નહીં જાય.
  • ફણસી, વટાણા અને કોબીમાં મીઠું નાખ્યા વગર રાંધવાથી તેનો રંગ જળવાઈ રહેશે.
  • દહીં બહુ ખાટું થઈ ગયું છે? મૂંઝાશો નહીં. મખમલના કપડામાં બાંધી પાણી નિતારી દેવાથી ખટાશ નીકળી જશે. નિતરેલા દહીંમાં થોડું દૂધ ભેળવી દેવું. દહીંનું નીતરેલું પાણી ફેંકી ન દેતાં પરોઠાના લોટ બાંધવાના ઉપયોગમાં લેવું. અથવા તાંબાના વાસણો ઘસવાથી ચળકતા થઈ જશે.
  • કૉબીફ્લાવર રંધાતુ હોય ત્યારે તેમાં લીંબુની છાલ નાખવાથી, શાકની સફેદાઈ જળવાઈ રહેશે.
  • કૉબીનું શાક બનાવતી વખતે તેમાં અડધી સ્લાઈસ પાઉંની મલમલના કપડામાં મૂકી દેવાથી શાકની ગંધ નહીં આવે.
  • સાબુદાણાને નહીં જેવા શેકી ઠંડા પડે ઉપયોગમાં લેવાથી સાબુદાણા એકબીજાને ચોંટી નહીં જાય.
  • ઘરે પનીર બનાવતી વખતે દૂધ ફાડતી વખતે લીંબુનો રસ નાખવાને બદલે દહીંથી દૂધ ફાડવાથી પનીરનું પ્રમાણ વધુ નીકળશે.
  • ખસખસને હળવી શેકી તેમાં ચપટી સાકર ભેળવી દળવાથી ખસખસ સરળતાથી દળાશે.
  • મિનાક્ષી તીવારી