World

મદીનામાં 11 કરોડ ટન યુરેનિયમ અને રેર અર્થ મળ્યાનો સાઉદીનો દાવો

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
સાઉદી અરેબિયાને મદીના પાસે જબલ સયિદ પ્રોજેક્ટમાંથી 11 કરોડ ટન યુરેનિયમનો જથ્થો મળ્યો છે. ઊર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલઅઝીઝ બિન સલમાને આ જાહેરાત કરી. આ શોધ 'વિઝન 2030' હેઠળ ઊર્જા વૈવિધ્યીકરણ અભિયાન માટે ખુબ મહત્વપૂર્ણ છે. યુએસ સાથેના પરમાણુ કરાર બાદ આ યુરેનિયમ સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા અને પરમાણુ ક્ષમતાને નવી દિશા આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મદીનામાં 11 કરોડ ટન યુરેનિયમ અને રેર અર્થ મળ્યાનો સાઉદીનો દાવો
  • ક્રૂડ ઓઈલ પછી હવે સાઉદીને મોટો 'ખજાનો' મળ્યો
  • સાઉદીએ વિઝન ૨૦૩૦ કાર્યક્રમ હેઠળ યુરેનિયમ શોધવા, નાગરિક પરમાણુ ઊર્જાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા

રિયાધ : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે. તેવા સમયે સાઉદી અરબે મુસ્લિમો માટે પવિત્ર શહેરોમાંના એક મદીનામાંથી ૧૧ કરોડ ટન યુરેનિયમનો જથ્થો મળ્યાનો દાવો કર્યો છે. સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રીએ જાહેરાત કરી છે કે દેશે મદીના ક્ષેત્રમાંથી આશરે ૧૧ કરોડ ટન યુરેનિયમ યુક્ત ઓર (કાચું ખનિજ) અને દુર્લભ ખનિજો શોધી કાઢયા છે.
મદીના ક્ષેત્રમાં આવેલા 'જબલ સયિદ પ્રોજેક્ટ' ખાતે કરવામાં આવેલા ભૌગોલિક અને ખાનગી સંશોધનોમાં આ સફળતા મળી છે. સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલઅઝીઝ બિન સલમાને જણાવ્યું હતું કે આ કાચા માલમાં ભારે તત્વો સહિત દુર્લભ ખનિજોની ઉચ્ચ સાંદ્રતા સાથે આશાસ્પદ પ્રમાણમાં યુરેનિયમ પણ મળી આવ્યું છે. આ શોધ સાઉદી અરેબિયાની એનર્જી-ડાયવર્સિફિકેશન ડ્રાઇવ (ઊર્જા વૈવિધ્યીકરણ અભિયાન) અને 'વિઝન ૨૦૩૦' હેઠળ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ યુરેનિયમની શોધ એવા સમયે થઈ છે જ્યારે થોડા સમય પહેલા જ અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે નાગરિક પરમાણુ કાર્યક્રમ વિકસાવવા માટે એક મોટો કરાર થયો છે. આ ભાગીદારી સાઉદી અરેબિયાને તેની પોતાની ધરતી પર અમેરિકન દેખરેખ વગર યુરેનિયમ સમૃદ્ધ કરવાનો વિકલ્પ પણ આપે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને ઈરાન સાથેના સંતુલન વચ્ચે આ શોધ દેશની અર્થવ્યવસ્થા અને પરમાણુ ક્ષમતાને નવી દિશા આપશે.