Surat

ભારે વરસાદ વચ્ચે સુરત પાલિકાની વધુ એક ભરતી પરીક્ષા મોકૂફ : લેબોરેટરી ટેક્નિશિયન અને ગ્રેડ-3 ક્લાર્કની લેખિત પરીક્ષા હાલ પૂરતી સ્થગિત

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકાએ ભારે વરસાદ અને રેડ ઍલર્ટને કારણે 2 ઑગસ્ટ, 2026ના રોજ યોજાનારી લેબોરેટરી ટેક્નિશિયન અને ગ્રેડ-3 ક્લાર્ક(ઓડિટ)ની ભરતી પરીક્ષા મોકૂફ રાખી છે. ઉમેદવારોની સલામતીને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવાયો છે. પાલિકા દ્વારા પરીક્ષાની નવી તારીખ પછીથી જાહેર કરાશે, જે માટે ઉમેદવારોને વેબસાઇટ તપાસવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારે વરસાદ વચ્ચે સુરત પાલિકાની વધુ એક ભરતી પરીક્ષા મોકૂફ : લેબોરેટરી ટેક્નિશિયન અને ગ્રેડ-3 ક્લાર્કની લેખિત પરીક્ષા હાલ પૂરતી સ્થગિત

Surat Corporation : સુરત શહેરમાં ભારે વરસાદની આગાહી અને રેડ ઍલર્ટ વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ પોતાની વધુ એક ભરતી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. પાલિકાની ભરતી પ્રક્રિયા હેઠળ આગામી 2 ઑગસ્ટ, 2026ના રોજ યોજાનારી લેબોરેટરી ટેક્નિશિયન તેમજ ગ્રેડ-3 ક્લાર્ક(ઓડિટ)ની લેખિત પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અંગેની જાહેરાત પછીથી કરવામાં આવશે.


11.jpg


પાલિકાના રિક્રૂટમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર, બંને સંવર્ગોની ભરતી માટેની જાહેરાત 11 માર્ચ, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારોને ઓનલાઇન કોલ લેટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જોકે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી અને સુરત શહેરમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉમેદવારોના હિત અને સલામતીને પ્રાથમિકતા આપતા પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષાની નવી તારીખ અને સમય અંગેની માહિતી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ Recruitment Dashboard પર નિયમિત અપડેટ તપાસતા રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ભારે વરસાદને કારણે વિવિધ ભરતી પરીક્ષાઓ અને જાહેર કાર્યક્રમોના આયોજનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તે જ ક્રમમાં સુરત મહાનગરપાલિકાએ પણ ઉમેદવારોને મુસાફરી અને વરસાદજન્ય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેમજ તેમની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું સૂચનામાં જણાવાયું છે.