Baroda

વડોદરા-જામનગર ઈન્ટરસિટીના સંચાલનમાં ફેરફાર કરાયો

By GS Team
29 Jul 20261 min read
TukuTouch Logo
રાજકોટ રેલવે વિભાગના આલિયાબાડા-હાપા-જામનગર સેક્શનમાં ટ્રેક કામગીરીને કારણે પશ્ચિમ રેલવેએ ટ્રેન વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે. હવે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેરને બદલે સુરેન્દ્રનગર સુધી જ ચાલશે. તેમજ જામનગર-વડોદરા ઇન્ટરસિટી અને જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી ઉપડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા-જામનગર ઈન્ટરસિટીના સંચાલનમાં ફેરફાર કરાયો

રાજકોટ રેલવે વિભાગના આલિયાબાડા-હાપા-જામનગર સેક્શનમાં રેલવે ટ્રેકની કામગીરીના કારણે અગાઉ જાહેર કરાયેલી ટ્રેન વ્યવસ્થામાં પશ્વિમ રેલવેએ થોડો ફેરફાર કર્યો છે.

અગાઉ કેટલીક ટ્રેનોનું શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન વાંકાનેર ખાતે નક્કી કરાયું હતું, પરંતુ હવે તેના બદલે સુરેન્દ્રનગર સ્ટેશનને અસ્થાયી શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશન તરીકે નક્કી કરાયું છે.

હવે વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧થી ૭ ઓગસ્ટ દરમિયાન વાંકાનેરના બદલે સુરેન્દ્રનગર ખાતે જ સમાપ્ત થશે. જ્યારે બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ ૧, ૩ અને ૬ ઓગસ્ટે સુરેન્દ્રનગર સુધી જ દોડશે.

તે જ રીતે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨થી ૮ ઓગસ્ટ દરમિયાન વાંકાનેરના બદલે સુરેન્દ્રનગરથી ઉપડશે. ઉપરાંત જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ૨, ૪ અને ૭ ઓગસ્ટે સુરેન્દ્રનગરથી જ પ્રસ્થાન કરશે.