Virat-Anushka Met Premanand Maharaj: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હંમેશાની જેમ ફરી એકવાર પ્રેમાનંદ મહારાજની શરણે પહોંચ્યા છે. આ વખતે પણ દર વખતની જેમ શિયાળાની ઋતુમાં અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે આશ્રમ પહોંચી હતી. બંનેએ ગરમ કપડા પહેર્યા હતા અને માથે ચાંદલો કર્યો હતો. બંને નીચે બેસીને મહારાજ સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ IPL મિનિ ઓક્શનમાં નવો નિયમઃ 30 કરોડની બોલી લાગશે, તો પણ વિદેશી ખેલાડીને 18 કરોડ જ મળશે!
મેસીને બદલે મહારાજને મળ્યા અનુષ્કા-વિરાટ
નોંધનીય છે કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વૃંદાવનના બાબા પ્રેમાનંદ મહારાજના મોટા ભક્ત છે. તે બંને દર વર્ષે શિયાળામાં બાબાના દર્શન માટે જરૂર આવે છે. જેમ બધા જાણે છે કે, હાલ ફૂટબોલ પ્લેયર મેસી ભારતમાં છે અને દરેક સેલેબ તેને મળવા જઈ રહ્યા છે. આ દરમિયાન અનુષ્કા અને વિરાટ પણ ભારત આવ્યા તો મેસીને મળશે એવી ચર્ચા હતી પરંતુ, બંને વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના દરબાર પહોંચ્યા હતા.
અનુષ્કા શર્માને આપી શીખ
પ્રેમાનંદ મહારાજની સામે અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે આશ્રમમાં નીચે બેઠેલી જોવા મળી હતી. તેમના માથા પર તિલક છે અને જ્યારે મહારાજ વાત કરી રહ્યા હતા તો બંને ધ્યાનથી તેમની વાત સાંભળી રહ્યા હતા. પ્રેમાનંદ મહારાજે બંનેને કહ્યું કે, 'પોતાના કામને સેવા સમજો, ગંભીર ભાવથી રહો, વિનમ્ર રહો અને નામજપ કરો. જે મારા અસલી પિતા છે, તેમને એકવાર જુઓ, એવી ઈચ્છા હોવી જોઈએ. તેમને જોવાની લાલસા તો હોવી જ જોઈએ. એવી ઈચ્છા રાખો કે, અમને બધું સુખ મળી ગયું છે અને તમે મળી ગયા તો બધુ સુખ તમારા ચરણોમાં છે.'
આ પણ વાંચોઃ રોહિત અને વિરાટની ઘરેલુ ક્રિકેટમાં વાપસી! અગરકર-ગંભીરનું તમામ ખેલાડીઓને નવું ફરમાન
અનુષ્કા પ્રેમાનંદ મહારાજની આ વાત પર કહે છે કે, 'અમે તમારા છીએ મહારાજજી.' જેના જવાબમાં પ્રેમાનંદ બાબા કહે છે કે, 'આપણે બધા શ્રીજીના છીએ. તેમની છત્રછાયામાં છીએ. આપણે બધાં તેમના બાળકો છીએ.'
માથું હલાવતો રહ્યો વિરાટ કોહલી
આ દરમિયાન વિરાટ કોહલી એકદમ મૌન જોવા મળ્યો અને એક નાના બાળકની જેમ દરેક વાત પર માથું હલાવીને પ્રેમાનંદ મહારાજને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. વિરાટ કોહલીનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.


