Sports

T20 World Cup : ઓસ્ટ્રેલિયાની જીત સાથે ટી20 વર્લ્ડ કપમાંથી વિદાય, ઓમાનને 9 વિકેટે હરાવ્યું

By GS Team
20 Feb 20262 mins read
TukuTouch Logo
ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઓમાનને 9 વિકેટે હરાવીને શાનદાર વિદાય લીધી છે. ગ્રૂપ-બીમાં સામેલ ઓસ્ટ્રેલિયા કુલ ચાર મેચમાંથી માત્ર બે મેચ જીતી શક્યું હતું, જેના કારણે તેના ટી20 વર્લ્ડકપના અભિયાનનો અંત આવ્યો છે. આજની મેચમાં ઓસ્ટ્રેલિયન બોલરોની દમદાર બોલિંગ સામે ઓમાનની ટીમ 16.2 ઓવરમાં 104 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેની સામે ઓસ્ટ્રેલિયન બેટરોએ વિસ્ફોટ બેટિંગ કરીને માત્ર એક વિકેટ ગુમાવી 108 રન નોંધાવી શાનદાર જીત હાંસલ કરી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup : ઓસ્ટ્રેલિયાની જીત સાથે ટી20 વર્લ્ડ કપમાંથી વિદાય, ઓમાનને 9 વિકેટે હરાવ્યું

T20 World Cup, Australia vs Oman : ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઓમાનને 9 વિકેટે હરાવીને શાનદાર વિદાય લીધી છે. ગ્રૂપ-બીમાં સામેલ ઓસ્ટ્રેલિયા કુલ ચાર મેચમાંથી માત્ર બે મેચ જીતી શક્યું હતું, જેના કારણે તેના ટી20 વર્લ્ડકપના અભિયાનનો અંત આવ્યો છે. આજની મેચમાં ઓસ્ટ્રેલિયન બોલરોની દમદાર બોલિંગ સામે ઓમાનની ટીમ 16.2 ઓવરમાં 104 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેની સામે ઓસ્ટ્રેલિયન બેટરોએ વિસ્ફોટ બેટિંગ કરીને માત્ર એક વિકેટ ગુમાવી 108 રન નોંધાવી શાનદાર જીત હાંસલ કરી લીધી છે.

અમારી ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ : એડમ ઝામ્પા

ઓમાન સામે દમદાર બોલિંગ કરી ચાર વિકેટ મેળવનાર એડમ જામ્પાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો છે. મેચ બાદ જામ્પાએ કહ્યું કે, ‘પિચ પર સારી બોલિંગ કરી શકાતી હતી, તેથી મેં તેનો ફાયદો ઉઠાવ્યો. હું નિરાશ છું, કારણ કે અમારી ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. હું ઘરે પરત ફરવા માટે બિલકુલ તૈયાર નથી, કારણ કે અમારો વર્લ્ડકપ સફર સમાપ્ત થવો, તે મે વિચાર્યું પણ ન હતું.’

અમે આગળ જવાની તક ગુમાવી : મિચેલ માર્શ

મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે કહ્યું કે, ‘અમે સ્પર્ધામાં આગળ જવાની તક ગુમાવી દીધી છે. અમે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયા છીએ, જેના કારણે અમે તમામ નિરાશ છીએ. હું શું કહ્યું, હું ઘણો નિરાશ છું. અમે તમામ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું.’

આ પણ વાંચો : T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ, અભિષેક, શિવમના ફોર્મ અંગે બોલિંગ કોચનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ઓમાનના બેટર-બોલરોનું નબળું પ્રદર્શન

ઓસ્ટ્રેલિયા-ઓમાનની આજની મેચની વાત કરીએ તો પહેલી બેટિંગ કરનાર ઓમાન તરફથી વશીમ અલીએ 32 રન, કેપ્ટન જિતેન્દ્ર સિંઘે 17 રન, હમ્મદ મિર્ઝાએ 16 રન અને કરન સોનવાલે 12 રન નોંધાવ્યા હતા, જ્યારે તેમનો અન્ય કોઈપણ બેટર ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યો નહતો. ઓમાનના બોલરોએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું, જેમાં એકમાત્ર શકીલ અહેમદ જ એક વિકેટ લેવામાં સફળ થયો હતો.

ઓસ્ટ્રેલિયા જીત સાથે વિદાય

ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડકપની તેની છેલ્લી મેચમાં દમદાર પ્રદર્શન કર્યું છે. ટીમ તરફથી ઓપનિંગમાં આવેલા સુકાની મિચેલ માર્શે માત્ર 33 બોલમાં ચાર સિક્સ અને સાત ફોર ફટકારીને વિસ્ફોટ અણનમ 64 રન નોંધાવ્યા છે. જ્યારે ટ્રેવિડ હેડે 19 બોલમાં 6 ફોર ફટકારીને 32 રન નોંધાવ્યા છે. આ ઉપરાંત જોશ ઈગ્લિશે 6 બોલમાં બે ફોર સાથે 12 રન નોંધાવ્યા છે. બોલિંગની વાત કરીએ તો એડમ ઝામ્પાએ શ્રેષ્ઠ બોલિંગ કરીને ચાર વિકેટ ઝટપી છે, તો ગ્લેન મેક્સવેલ અને ઝેવિયર્સ બ્રેન્ટેલે 2-2 વિકેટ તેમજ માર્ક્યુસ સ્ટોનિંગ અને નાસન ઈલીસે 1-1- વિકેટ ઝડપી છે. આમ ઓસ્ટ્રેલિયા જીત સાથે ટી20 વર્લ્ડકપમાંથી સન્માનજનક વિદાય લીધી છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરના લગ્નજીવનનો આવ્યો અંત, એનિવર્સરી પહેલા જ રાહુલ ચહર અને ઈશાનીના ડિવોર્સ