Sports

T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ, અભિષેક, શિવમના ફોર્મ અંગે બોલિંગ કોચનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

By GS Team
20 Feb 20262 mins read
TukuTouch Logo
T20 વર્લ્ડકપમાં આવતીકાલથી સુપર-8 રાઉન્ડ શરૂ થવાનો છે. ગ્રુપ મેચોમાં ક્વોલિફાયર થનાર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ મુકાબલાને લઈ બંને ટીમો તૈયારીઓ કરી રહી છે. ત્યારે આ મેચના બે દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ, અભિષેક શર્મા અને શિવમ દુબેના ફોર્મ અંગે મોટું નિવેદન આપીને ક્રિકેટ રસિયાઓનું ટેન્શન વધારી દીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ, અભિષેક, શિવમના ફોર્મ અંગે બોલિંગ કોચનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

T20 World Cup Super 8 Match, India vs South Africa : T20 વર્લ્ડકપમાં આવતીકાલથી સુપર-8 રાઉન્ડ શરૂ થવાનો છે. ગ્રુપ મેચોમાં ક્વોલિફાયર થનાર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ મુકાબલાને લઈ બંને ટીમો તૈયારીઓ કરી રહી છે. ત્યારે આ મેચના બે દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ, અભિષેક શર્મા અને શિવમ દુબેના ફોર્મ અંગે મોટું નિવેદન આપીને ક્રિકેટ રસિયાઓનું ટેન્શન વધારી દીધું છે.

ફિલ્ડિંગમાં સુધારો કરવાની જરૂર

બોલિંગ કોચે ટીમના ખેલાડીઓના ફોર્મ અને ટીમની રણનીતિ પર ખુલીને વાત કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘કેટલાક ખેલાડીઓને લઈ ટીમ મેનેજમેન્ટને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે અને ફિલ્ડિંગમાં સુધારો કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટીમ ઓપનિંગ આવતા વિસ્ફોટ બેટર અભિષેક શર્માના ફોર્મને લઈ ચિંતિત છે. ટીમના તમામ ખેલાડીઓએ અમારા માટે જુદી જુદી જવાબદારી ઉઠાવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તેમણે માત્ર સારી શરૂઆત કરવીની જરૂર છે.’

અભિષેક શર્માનું ફોર્મ ચિંતાજનક

ટી20 વર્લ્ડકપમાં અભિષેક શર્માનું ફોર્મ ચિંતાજનક છે. તે સતત ત્રણ ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયો છે. અભિષેકે ટી20માં અત્યાર સુધી એક પણ ખાતુ ખોલાવ્યું નથી. મોર્કેલે કહ્યું કે, અભિષેકના ફોર્મને લઈને ટીમમાં કોઈપણ પ્રકારની ચર્ચા નથી. અભિષેક એક વર્લ્ડક્લાસ ખેલાડી છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરના લગ્નજીવનનો આવ્યો અંત, એનિવર્સરી પહેલા જ રાહુલ ચહર અને ઈશાનીના ડિવોર્સ

શિવમ દુબેના ભરપૂર વખાણ

બોલિંગ કોચે શિવમ દુબેના ભરપૂણ વખાણ કર્યા છે. શિવમે નેધલેન્ડ્સ સામેની મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે ઝડપી 68 રન ફટકારવાની સાથે બે વિકેટ પણ ઝડપી હતી. તેમણે કહ્યું કે, ‘બોલિંગ માટે આત્મવિશ્વાસ રાખવો ખુબ જરૂરી છે. જ્યારે તમને સુકાનીના સમર્થનો અનુભવ થાય છે, ત્યારે ઘણો ફરક પડી જાય છે. આ માત્ર સમયની વાત હતી. તેઓ પરિસ્થિતિને સારી રીતે જાણે છે.’

રન રોકો, કેચ પકડો

ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગમાં થયેલી ભૂલોનો સ્વિકાર કરતા મોર્કેલે કહ્યું કે, ‘ટીમે બોલિંગમાં સુધારો કરવાની જરૂર છે. આપણે બે રન રોકવા પડશે, જ્યારે કેચ આપણા માટે મહત્ત્વના પોઈન્ટમાંથી એક છે. કુલ મિલાવીને કહીએ તો ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે, નાના-નાના સુધારા મોટા મુકાબલામાં નિર્ણાયક સાબિત થશે.’

આ પણ વાંચો : VIDEO: 'ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે!', સૂર્યા બ્રિગેડની ઈર્ષ્યા કરતા પાકિસ્તાની ક્રિકેટરે કરી વિવાદાસ્પદ ભવિષ્યવાણી