Rahul Chahar Ishani Johar Divorce: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રાહુલ ચહરના અંગત જીવનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ચહર અને તેની પત્ની ઈશાની જોહરના લગ્નજીવનનો અંત આવ્યો છે. આ દંપતીએ પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને હવે કાયદેસર રીતે તેમના ડિવોર્સ થઈ ગયા છે. રાહુલ ચહરે પોતે સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ અંગેની સત્તાવાર જાણકારી શેર કરી છે. આગામી માર્ચ મહિનામાં બંનેના લગ્નના 4 વર્ષ પૂર્ણ થવાના હતા, એ પહેલા જ બંનેએ ડિવોર્સ લઈ લીધા છે.
રાહુલ ચહરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે, 'તેઓએ સમજદારીપૂર્વક અલગ થવાનો નિર્ણય લીધો છે. વર્ષો સુધી સાથે રહ્યા બાદ હવે તેઓ પોતાની જીંદગીની સફર અલગ-અલગ રીતે આગળ વધારશે.'
પોસ્ટમાં રાહુલ ચહરે વીતેલા સમયને સીખ અને આત્મમંથનનો તબક્કો ગણાવ્યો. તેમણે કહ્યું કે, 'છેલ્લા 15 મહિનામાં કોર્ટના ચક્કર લગાવતા તેમણે ધીરજ, સહનશીલતા અને હકીકતથી મળનારી શક્તિને નજીકથી અનુભવી. કાયદકાયી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મામલો હવે ઉકેલાઈ ચૂક્યો છે અને તેમના જીવનનો આ તબક્કો સમાપ્ત થઈ ચૂક્યા છે.'
તેમણે લખ્યું કે, 'હું આ અધ્યાયને ગુસ્સા કે પછતાવાથી નહીં, પરંતુ સ્પષ્ટતાની સાથે બંધ કરી રહ્યો છું. કેટલાક સંબંધો હંમેશા માટે નથી હોતા, તે આપણને જગાડવા, શીખવવા અને બદલવા માટે આવે છે. હવે આ પહેલાથી વધુ સમજદાર, આત્મ-જાગરૂક અને પોતાના ભવિષ્યને લઈને સ્પષ્ટ છે.'
પોતાની પોસ્ટના અંતમાં તેમણે તેને અંત નહીં, પરંતુ નવી શરૂઆત ગણાવી. તેમણે કહ્યું કે, 'હવેથી તેઓ પોતાના જીવનને આત્મ-સન્માન, શાંતિ અને સારા નિર્ણયોના પાયા સાથે આગળ વધારશે. તેઓ કોઈપણ પ્રકારની કડવાહડ વગર સીખ, ગરિમા અને નવી શરૂઆતના સાહસ પોતાની સાથે લઈને આગળ વધી રહ્યા છે.'
રાહુલ ચાહર અને ઈશાની જોહરે વર્ષ 2022માં ગોવામાં લગ્ન કર્યા હતા
ઉલ્લેખનીય છે કે રાહુલ અને ઈશાની લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા અને ત્યારબાદ 9 માર્ચ 2022ના રોજ ગોવામાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ક્રિકેટ જગતના ચાહકો અને મિત્રો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. રાહુલે પોતાની પોસ્ટમાં વિનંતી કરી છે કે આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવસી જાળવી રાખવામાં આવે. રાહુલ ચહર હાલમાં ભારતીય સ્થાનિક ક્રિકેટ અને આઈપીએલમાં સક્રિય છે, ત્યારે તેના અંગત જીવનમાં આવેલા આ વળાંકથી તેના ચાહકોમાં નિરાશા જોવા મળી છે.


