Sports

વાનખેડે સ્ટેડિયમમાં બે ભાઈઓની તાબડતોબ બેટિંગ! ટી20 વર્લ્ડકપમાં ઈટાલીનો 10 વિકેટે પ્રથમ ઐતિહાસિક વિજય

By GS Team
12 Feb 20262 mins read
TukuTouch Logo
ટી20 વર્લ્ડકપમાં આજે નેપાલ સામે ઈટાલીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. બે ભાઈઓની તાબડતોબ બેટિંગના કારણે ઈટાલીએ પ્રથમવાર જીત જોઈ છે. આજની મેચમાં નેપાળની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 123 નોંધાવ્યા હતા, જેની સામે ઈટાલીની વિના વિકેટે 124 રન નોંધાવી ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આ સાથે ટી20 વર્લ્ડકપમાં ઈટાલીએ પહેલીવાર જીત નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાનખેડે સ્ટેડિયમમાં બે ભાઈઓની તાબડતોબ બેટિંગ! ટી20 વર્લ્ડકપમાં ઈટાલીનો 10 વિકેટે પ્રથમ ઐતિહાસિક વિજય

T20 World Cup 2026, Nepal vs Italy : ટી20 વર્લ્ડકપમાં આજે નેપાલ સામે ઈટાલીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. બે ભાઈઓની તાબડતોબ બેટિંગના કારણે ઈટાલીએ પ્રથમવાર જીત જોઈ છે. આજની મેચમાં નેપાળની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 123 નોંધાવ્યા હતા, જેની સામે ઈટાલીની વિના વિકેટે 124 રન નોંધાવી ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આ સાથે ટી20 વર્લ્ડકપમાં ઈટાલીએ પહેલીવાર જીત નોંધાવી છે.

ટી20 વર્લ્ડકપમાં ઈટાલીની પ્રથમ જીત

ઈટાલીએ ટી20 વર્લ્ડકપ-2026માં પ્રથમવાર ભાગ લીધો છે, જેને આજે તેની પ્રથમ જીત નોંધાવી છે. પ્રથમ મેચમાં ઈટાલીનો સ્કોટલેન્ડ સામે પરાજય થયો હતો. ઈટાલી તરફથી ઓપનિંગમાં બે સગા ભાઈ જસ્ટિન મોસ્કા અને એન્થની મોસ્કો આવ્યા હતા અને બંને ભાઈઓએ 13 ઓવરમાં વિના વિકેટ ખોઈ જીત અપાવી દીધી છે.

બે ભાઈઓએ અપાવી જીત

ઈટાલીની ટીમમાં બે સગાભાઈ જસ્ટિન અને એન્થનીએ મેચમાં શરૂઆતથી જ તાબડતોબ બેટિંગ કરી હતી અને નેપાળને એકપણ વિકેટ લેવાની તક આપી ન હતી. જસ્ટિને 44 બોલમાં 5 ફોર અને 3 સિક્સ ફટકારી અણનમ 60 રન નોંધાવ્યા હતા, જ્યારે એન્થનીએ 32 બોલમાં 3 ફોર અને 6 સિક્સ ફટકારી અણનમ 62 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો : T20 World Cup : શ્રીલંકા સતત બીજી મેચ જીત્યું, દાસુન શનાકાએ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી

ઈટાલી તરફથી ક્રિશન કાલગુમાગની ત્રણ વિકેટ

નેપાળને ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય ભારે પડ્યો હતો. ટીમ તરફથી સૌથી વધુ રન રોહિત પુંડેલે 23 રન, આસિફ શેખે 20 રન, આરિફ શેખે 27 રન, દિપેન્દ્ર સિંઘે 17 રન, કરન કેસીએ 18 રન નોંધાવ્યા હતા. જ્યારે અન્ય ખેલાડીએ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. ઈટાલી તરફથી ક્રિશન કાલગુમાગે સૌથી સફળ બોલર રહ્યો છે, જેણે 4 ઓવરમાં 18 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી છે. જ્યારે બેન મેનેન્ટીએ અત્યંત કરકસરયુક્ત બોલિંગ કરી હતી. તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી હતી. જેજે સ્મટ્સે, અલી હસન અને જસપ્રીત સિંઘે 1-1 વિકેટ ઝડપી હતી. 

આ પણ વાંચો : દ. આફ્રિકા સામે હાર છતાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, રોહિત શર્માની ઈનિંગ પણ યાદ અપાવી