Sports

VIDEO: IPLની મેચ જોવા આવેલા ફેન્સ વચ્ચે છૂટાહાથની મારામારી, એકે તો ચપ્પલવાળી કરી

By GS Team
23 Apr 20262 mins read
TukuTouch Logo
ઈકાના સ્ટેડિયમમાં ગત બુધવારે(22 એપ્રિલ, 2026) લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી IPL 2026ની 32મી મેચમાં 2 ફેન્સ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં એકે અન્ય શખસને નીચે પાડી દીધો હતો, પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન એક વ્યક્તિ ચપ્પલથી મારવા લાગ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: IPLની મેચ જોવા આવેલા ફેન્સ વચ્ચે છૂટાહાથની મારામારી, એકે તો ચપ્પલવાળી કરી

Spectators Clash During IPL 2026 Match 32 : ઈકાના સ્ટેડિયમમાં ગત બુધવારે(22 એપ્રિલ, 2026) લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી IPL 2026ની 32મી મેચમાં 2 ફેન્સ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં એકે અન્ય શખસને નીચે પાડી દીધો હતો, પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન એક વ્યક્તિ ચપ્પલથી મારવા લાગ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

IPLની મેચ જોવા આવેલા ફેન્સ વચ્ચે છૂટાહાથની મારામારી

IPL 2026ની 32મી મેચમાં રાજસ્થાને 40 રનથી જીત મેળવી હતી. જો કે, મેચ દરમિયાન બે શખસો ઝઘડવા લાગ્યા હતા. તેવામાં પાસે બેઠેલા એક વ્યક્તિએ સમગ્ર ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.

એકે તો ચપ્પલવાળી કરી

વાઈલ વીડિયોમાં જોવા મળે છે કે, એક શખસે બીજા વ્યક્તિને નીચે પાડી દેતા તે નીચેની લાઈનમાં જઈને પડે છે. આ પછી તે વ્યક્તિ ઉભો થઈને આવીને બીજા વ્યક્તિ પાસે આવીને તેને મારવા લાગ્યા હતો. આ દરમિયાન એક શખસ સિક્યોરિટીને આવાસ લગાવે છે. તેવામાં આસપાસના લોકો બંનેને દૂર કરે છે.

રાજસ્થાન રોયલ્સે 159 રન કર્યા

મેચની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરીને 159 રન બનાવ્યા હતા. જેમાં રવિન્દ્ર જાડેજાએ 43 રન ફટકાર્યા હતા. ટાર્ગેટ ચેઝમાં લખનઉએ સારુ પ્રદર્શન કર્યુ હતું, પરંતુ ટીમ 119 રન જ કર્યા હતા. જેમાં આયુષ બડોની, ઋષભ પંત અને એડન માર્ક્રમ શૂન્ય પર આઉટ થયા હતા. જ્યારે મિચેલ માર્શ 55 રન કર્યા હતા. 

આ પણ વાંચો: ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો

જોફ્રા આર્ચરે 3 વિકેટ લીધી હતી. બૃજેશ શર્મા અને નંદ્રે બર્ગરે 2-2 વિકેટ લીધી હતી. જેમાં રવિન્દ્ર જાડેજાએ નિકોલસ પૂરનની વિકેટ લીધી, તેને શાનદાર બેટિંગ કરી હોવાથી પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.