બાબાજી મારી જવાનીના સપના ના જુઓ, તમારા કરતાં મારું ચરિત્ર ઘણું સારું: Gen Z મુદ્દે કંગના રણૌત VS બાબા રામદેવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kangana Ranaut Slams Baba Ramdev | અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રણૌત તથા યોગગુરુ બાબા રામદેવ વચ્ચે તીખી શાબ્દિક તકરાર શરૂ થઈ ગઈ છે. જંતર-મંતર પર વિદ્યાર્થીઓના આંદોલન બાદ કંગનાએ યુવા પેઢી (Gen Z)ને 'ગટર જેનરેશન' કહીને નવો વિવાદ છેડ્યો હતો. બાબા રામદેવે આ નિવેદન સામે વાંધો ઉઠાવીને કંગનાની પર્સનલ લાઈફ અને ક્વોલિફિકેશન પર સવાલ ઉઠાવ્યા હતા, જેના જવાબમાં કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર બાબા રામદેવને આકરો વળતો જવાબ આપ્યો છે.
બાબા રામદેવે ઉઠાવ્યા હતા કંગનાના બાળપણ અને જવાની પર સવાલો
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બાબા રામદેવે કંગનાના 'ગટર છાપ' વાળા નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કંગનાની ક્વોલિફિકેશન શું છે? તેનું બાળપણ કેવું રહ્યું છે? તેની જવાની કેવી રહી છે? તેના પહેલાના કારનામા કેવા રહ્યા છે? હું આવા લોકો વિશે વાત કરવા નથી માંગતો. દેશના યુવાનો અને Gen Z ને ગટર-પટર કહેવું, એ બગડેલા મગજની નિશાની છે. આ ખોટી વાત છે અને તેના પર તેમની પાર્ટીના લોકોએ સંજ્ઞાન લેવું જોઈએ. કોઈ મારા યોગની પ્રશંસા કરે, મારી પ્રશંસા કરે તો શું હું તેમના ગુનાઓ પર લીપાપોતી કરી દઉં? યુવા કોઈ જાતિ નથી, તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, દલિત અને આદિવાસી તમામ વર્ગના બાળકો છે. યુવાનો આજે બહુ મોટી તાકાત છે જેને કોઈ નકારી શકે નહીં.
કંગના રણૌતનો પલટવાર: મારી જવાની કે બેડરૂમના સપના ના જુઓ
બાબા રામદેવના આ નિવેદન બાદ કંગના રણૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરીને સીધો પ્રહાર કર્યો હતો. કંગનાએ કહ્યું કે, બાબાજી મારી જવાની કે બેડરૂમ વિશે સપના ના જુઓ. કોઈ માત્ર અફવાઓ અને ગોસિપના આધારે જ અંદાજો લગાવી શકે છે. ઓછામાં ઓછું મને ખોટા કે ફ્રોડ મેડિકલ દાવાઓ માટે ક્યારેય સુપ્રીમ કોર્ટ તરફથી ફટકાર નથી પડી. આ વાત પાકા પુરાવાઓ અને તથ્યો પર આધારિત છે, કોઈ ગોસિપ કે અંદાજા પર નહીં. તેથી મને કેરેક્ટરના પાઠ ના ભણાવો. તમારા કરતાં મારું કેરેક્ટર ઘણું વધારે સારું છે. હું કોઈ ફ્રોડ નથી.









