Baroda

વડોદરા નજીક રાયપુરા ગામે 18 વર્ષથી બોગસ દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર આખરે ઝડપાયો

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક રાયપુરા ગામમાં 18 વર્ષથી બોગસ દવાખાનું ચલાવતા પશ્ચિમ બંગાળના અસીમ સંખારી નામના બોગસ ડોક્ટરને SOGએ ઝડપી પાડ્યો છે. ભાડાના મકાનમાં ચાલતા આ દવાખાનામાંથી 87 હજારની દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ સાધનો મળ્યા હતા. તેની પાસે કોઈ મેડિકલ ડિગ્રી કે પરવાનો ન હોવાનું ખુલતા, તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક રાયપુરા ગામે 18 વર્ષથી બોગસ દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર આખરે ઝડપાયો

Vadodara Bogus Doctor : વડોદરા નજીક છેલ્લા 18 વર્ષથી બોગસ દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં પશ્ચિમ બંગાળના બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાયપુરા ગામમાં રહેતા શિવમ મહેશ્વરીના ભાડાના મકાનમાં એક બોગસ દવાખાનું ચાલે છે તેવી માહિતીના આધારે જિલ્લા એસઓજી સ્ટાફે ગઈ સાંજે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. આ દવાખાનામાં બોગસ ડોક્ટર અસીમ બીમલ સંખારી (રહે-મૂળ પશ્ચિમ બંગાળ) મળ્યો હતો. તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેના સર્ટિફિકેટ તેમજ દવાખાનું ચલાવવા અંગેનો પરવાનો માગતા મળ્યો ન હતો.
સરકારી ડોક્ટર સાથે પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન દવાખાનામાંથી ઇન્જેક્શનો, દવાઓના બોક્સ, ટેબલેટ, ગ્લુકોઝના બોટલો આઈ.વી સેટ મળી કુલ 87 હજાર કિંમતની દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો મળતા તે અંગે પોલીસ સમક્ષ તે કોઈ ખુલાસો કરી સકતા કબજે કરવામાં આવ્યો છે. તેની વધુ પૂછપરછ દરમ્યાન છેલ્લા 18 વર્ષથી ભાડાના મકાનમાં દવાખાનું ચલાવતો હોવાની વિગતો બહાર આવી છે આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.