India

વંદે માતરમના શરૂઆતી બે પેરા જ ગાશે કોંગ્રેસ, CWCમાં પાર્ટીએ સ્પષ્ટ કર્યુ વલણ

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
વંદે માતરમ વિવાદ વચ્ચે કોંગ્રેસે મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં ચર્ચા બાદ 1937ના પક્ષના સ્ટેન્ડને પુનરાવર્તિત કરાયું. કોંગ્રેસ હવે પોતાના કાર્યક્રમોમાં વંદે માતરમના પ્રથમ બે પંક્તિઓ જ ગાશે. જયરામ રમેશે જણાવ્યું કે, રવીન્દ્રનાથ ટાગોરની સલાહથી આ પ્રસ્તાવ પસાર કરાયો હતો. આ મુદ્દે કોઈ વિવાદ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વંદે માતરમના શરૂઆતી બે પેરા જ ગાશે કોંગ્રેસ, CWCમાં પાર્ટીએ સ્પષ્ટ કર્યુ વલણ

Congress To Sing First Two Stanzas Of Vande Mataram: વંદે માતરમને લઈને કોંગ્રેસ અને સત્તા પક્ષ વચ્ચે વિવાદ ચાલુ છે. આ મુદ્દાને લઈને બુધવારે કોંગ્રેસ કાર્ય સમિતિમાં ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં કેટલાક નેતાઓએ 1937 ના પાર્ટીના સ્ટેન્ડને દોહરાવ્યું છે. એનો મતલબ એ છે કે, કોંગ્રેસ 1937ના વર્ઝન (પહેલા બે પેરા) ને જ પોતાના કાર્યક્રમોમાં ગાશે. જયરામ રમેશે કહ્યું કે, 'વંદે માતરમ પર એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. જ્યારે એ પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો તો, CWCની બેઠકમાં મહાત્મા ગાંધી, પંડિત નેહરૂ, સરદાર પટેલ, સુભાષ ચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, આચાર્ય નરેન્દ્ર દેવ અને અન્ય નેતાઓ હાજર હતા.'

રવીન્દ્રનાથ ટાગોરની સલાહથી પ્રસ્તાવ પાસ

તેમણે આગળ કહ્યું, 'રવીન્દ્રનાથ ટાગોરની સલાહથી જ એ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો, અને આજે તેના પર ચર્ચા થઈ. કોંગ્રેસ અધ્યક્ષે એ પ્રસ્તાવના કેટલાક અંશ પણ વાંચ્યા. આમાં કોઈ વિવાદ નથી, આને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.' અમારું સ્ટેન્ડ પહેલા દિવસથી બિલકુલ સ્પષ્ટ રહ્યું છે, 28 ઓક્ટોબર 1937નું જે વર્ઝન છે, 24 જાન્યુઆરી 1950 બંધારણ સભાની આખરી બેઠકમાં, ડૉ. રાજેન્દ્ર પ્રસાદે દોહરાવ્યું હતું કે, જન-ગણ-મન રાષ્ટ્રીય ગાન હશે અને વંદે માતરમ રાષ્ટ્રીય ગીત હશે.