Entertainment

જિંદગી ના મિલેગી દોબારા ટુ બની રહી હોવાનું કન્ફર્મ

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં યોજાયેલા એક ફિલ્મોત્સવમાં ઝોયા અખ્તરે 'ઝિંદગી ના મિલેગી દોબારા'ની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે. ઝોયા રીમા કાગતી સાથે મળીને વાર્તા પર કામ કરી રહી છે. પાત્રોના જીવનના નવા તબક્કા અને રસપ્રદ સ્ટોરી હશે તો જ પ્રોજેક્ટ આગળ વધશે. જોકે, કલાકારો કે શૂટિંગ વિશે કોઈ માહિતી અપાઈ નથી. આ ફિલ્મ 2011માં રિલીઝ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જિંદગી ના મિલેગી દોબારા  ટુ બની રહી હોવાનું કન્ફર્મ
  • ઝોયા અને રીમા કાગતીનું સહલેખન હશે
  • જોકે, ફિલ્મના કલાકારો કે શૂટિંગ શિડયૂલ વિશે હાલ કોઈ માહિતી નહીં

મુંબઈ : ૨૦૧૧માં આવેલી હૃતિક, અભય દેઓલ તથા ફરહાન અખ્તર અને કેટરિના કૈફની હીટ ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા' ફિલ્મને પદર વર્ષ થયા તે નિમિત્તે એક ફિલ્મોત્સવમાં વાત કરતાં ઝોયા અખ્તરે ફિલ્મની સિક્વલ આવી રહી હોવાનું જણાવ્યું હતું.
ઝોયાએ જણાવ્યું હતું કે તે રીમા કાગતી સાથે મળી આ સિક્વલની સ્ટોરી ડેવલપ કરી રહી છે. જોકે, ઝોયાએ કાસ્ટિંગ કે પછી શૂટિંગ શિડયૂલ વિશે હાલ કોઈ માહિતી આપી નથી. ઝોયાએ જણાવ્યું હતું કે ફિલ્મના પાત્રો તેમની જિંદગીના વિવિધ તબક્કે પહોંચ્યા હોય અને તેમની સ્ટોરી રસપ્રદ બની રહેશે તો જ પ્રોજેક્ટ આગળ વધશે. જો અમને લાગશે કે બધું બરાબર છે અને આ પાત્રોને આજે મળવાની મજા આવશે તો અમે આગળ વધીશું.દરમ્યાન ઝોયાએ ફોડ પાડયો હતો કે ફિલ્મમાં નતાશાનું પાત્ર ભજવનાર કલ્કિ કોચલીન ફિલ્મની ખલનાયિકા નહોતી.
'જિંદગી ના મિલેગી દોબારા' ફિલ્મનું નિર્માણ એક્સલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ૪૫ કરોડ રૂપિયાના બજેટમાં કરવામાં આવ્યું હતું. સ્પેન, ભારત અને યુકેમાં શૂટ કરવામાં આવેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૧૫૩ કરોડ રૂપિયા રળી હીટ નીવડી હતી.