એઆઈ ડેવલપમેન્ટ માટે પ્રાચીન અને દુર્લભ પુસ્તકોનો નાશ કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં ખુલાસો
- કંપનીઓ મોટા પ્રમાણમાં એન્ટિક પુસ્તકો ખરીદી રહી છે, જેથી લાર્જ લેંગ્વેજ મોડલ્સને ટ્રેનિંગ આપી શકાય
કેલિફોર્નિયા : એઆઈ કંપનીઓ એઆઈ મોડલ્સને ટ્રેનિંગ આપવા માટે કઈ હદ સુધી જઈ શકે છે તેના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. લાર્જ લેંગ્વેજ મોડલ્સને ટ્રેનિંગ આપવા માટે મોટી સંખ્યામાં દુર્લભ અને પ્રાચીન પુસ્તકો ખરીદી, તેમની કોપી કરીને કચરામાં ફેંકવામાં આવી રહ્યા છે.
એમેઝોન એન્ટિક પુસ્તકો ખરીદી રહ્યું છે. તેને કાપીને તેના પેજ સ્કેન કરી રહ્યું છે. ત્યારબાદ, પુસ્તકોનો નાશ કરી રહ્યું છે. જેથી ડેટાનો ઉપયોગ ટ્રેનિંગ માટે કરી શકાય. આ ખુલાસો ૪૦૪ મીડિયાના ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં થયો છે. તેમણે એમેઝોન દ્વારા લઈ જવાતા ૧૦૦૦ રેર પુસ્તકોમાં એરટેગ લગાવ્યા હતા. આ પુસ્તકો તેમના વિશેષ યુનિટ ખાતે મળી આવ્યા હતા.
બીજી તરફ, અમેરિકાની અદાલતમાં ચાલતા એક કોપીરાઈટ કેસના દસ્તાવેજો અનુસાર, એન્થ્રોપિક પ્રોજેકટ પનામા ચલાવી રહી છે. આ પ્રોજેક્ટનો હેતુ વિશ્વભર રેરના પુસ્તકો ખરીદીને તેના ડિસ્ટ્રક્ટિવ સ્કેનિંગનો છે. આ પ્રોજેક્ટ હેઠળ રેર પુસ્તકો બલ્કમાં ખરીદવામાં આવે છે. હાઈ-સ્પીડ સ્કેનરમાં ઝડપથી પેજ નાખવા માટે પુસ્તકની બાઈન્ડિંગ કાપી નાખવામાં આવે છે. સ્કેનિંપ પૂર્ણ થયા બાદ મૂળ પુસ્તકને કચરામાં ફેંકી દેવામાં આવે છે.









