Sports

MI vs KKR: 'વાનખેડેમાં રોહિત શર્મા મોટી ઈનિંગ રમશે...' પૂર્વ સિલેક્ટરનો મેચ પહેલા મોટો દાવો

By GS Team
29 Mar 20262 mins read
TukuTouch Logo
IPL-2026માં ગઈકાલથી ધમધોકાટ શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને છ વિકેટ હરાવીની મજબૂત શરૂઆત કરી છે. જ્યારે આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે મેચ શરૂ થવાની છે. જોકે MI અને KKRની મેચ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે રોહિત શર્મા માટે દમદાર ભવિષ્યવાણી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

MI vs KKR: 'વાનખેડેમાં રોહિત શર્મા મોટી ઈનિંગ રમશે...' પૂર્વ સિલેક્ટરનો મેચ પહેલા મોટો દાવો

Krishnamachari Srikkanth On Rohit Sharma vs KKR : IPL-2026માં ગઈકાલથી ધમધોકાટ શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને છ વિકેટ હરાવીની મજબૂત શરૂઆત કરી છે. જ્યારે આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે મેચ શરૂ થવાની છે. જોકે MI અને KKRની મેચ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે રોહિત શર્મા માટે દમદાર ભવિષ્યવાણી કરી છે.

રોહિત ‘બાદામનો હલવો’ ખાતો હોય તેવી રીતે રન બનાવશે : શ્રીકાંત

શ્રીકાંતનું માનવું છે કે, ‘વિસ્ફોટ બેટર રોહિત શર્મા આજે કોલકાતા વિરુદ્ધ મોટી ઈનિંગ રમશે. રોહિતે કોલકતા વિરુદ્ધની મોટાભાગની મેચમાં શાનદાર મેચો રમી છે, તેથી આ મુકાબલો તેમના પક્ષમાં જ જઈ શકે છે. થોડા વર્ષો પહેલા સુધી KKRની ટીમ રોહિત શર્મા માટે 'હલવા' જેવી હતી. એટલે કે, રોહિત શર્મા KKRના બોલરો સામે એટલી આસાનીથી રન બનાવતા હતા જાણે કે તે 'બાદામનો હલવો' ખાતા હોય! ત્યારે રોહિત આજની મેચમાં પણ બોલરોને ‘હલવા’ની જેમ ખાશે. જ્યારે પણ કેકેઆર સામે આવે છે, ત્યારે રોહિત કન્ફર્ટ ઝોનમાં આવી જાય છે.’

આ પણ વાંચો : IPL 2026ની પહેલી મેચમાં જ વિવાદ, સૉલ્ટે પકડેલા કેચ પર દિગ્ગજોએ ઊઠાવ્યા સવાલ

KKR સામે રોહિત શર્માના રેકોર્ડ

રોહિત શર્માએ IPLમાં સૌથી વધુ કેકેઆર સામે સફળ મેચો રમી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા રોહિતે કોલકાતા વિરુદ્ધ 1000થી વધુ રન ફટકાર્યા છે. તેણે આ ટીમ વિરુદ્ધ 127.86ના સ્ટ્રાઈક રેટથી 1083 રન નોંધાવ્યા છે. રોહિત એકમાત્ર એવો ખેલાડી છે, જેણે એક જ ફ્રેન્ચાઈઝ વિરુદ્ધ 1000થી વધુ રન ફટકાર્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેણે KKR વિરુદ્ધ છ ફિફ્ટી અને એક સેન્ચ્યુરી ફટકારી છે.

આ પણ વાંચો : VIDEO: IPL 2026ની પહેલી મેચમાં ફિલ સોલ્ટે કર્યો 'સુપરમેન' કેચ, જોનારા રહી ગયા દંગ