વાંચો તમારું 06 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં.ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું.
વૃષભ : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
મિથુન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર પરિવારની ચિંતા રહે.
કર્ક : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. ધર્મકાર્ય શુભકાર્ય થાય.
સિંહ : કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. કામનો ઉકેલ આવતો જાય.
કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય સરકારી કામમાં સરળતા રહે.
તુલા : કોર્ટ કચેરીના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. લાભ ફાયદો મળી રહે. પરદેશના કામ થાય.
ધન : આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ શ્રમ રહે. કામ ઉકેલાય.
મકર : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી હૃદય મન પ્રસન્નતા અનુભવે.
કુંભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં ઉતાવળ કરવી નહીં. વાહન ધીરે ધીરે ચલાવવું.
મીન : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે.
અગ્નિદત્ત પદમનાભ




