Astro

દિવાળી 2026: ધનતેરસથી લાભ પાંચમ સુધીના શુભ મુહૂર્ત, નોંધી લો લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનો ઉત્તમ સમય

By GS Team
6 Nov 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ દિવાળી 2026ના શુભ મુહૂર્તો જાહેર કર્યા છે. 1 નવેમ્બર 2026ના રવિ પુષ્યમૃત યોગમાં ખરીદી શક્ય બનશે. ધનતેરસ 6 નવેમ્બરે, કાળી ચૌદશ 7 નવેમ્બરે અને દિવાળી-લક્ષ્મી પૂજન 8 નવેમ્બર 2026ના રોજ થશે. નૂતન વર્ષ 2083નો પ્રારંભ 10 નવેમ્બરે થશે, જ્યારે લાભ પાંચમ 14 નવેમ્બરે ઉજવાશે. આ સમયગાળામાં ચોપડા પૂજન અને શુભ ખરીદી માટે શ્રેષ્ઠ મુહૂર્તો ઉપલબ્ધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી 2026: ધનતેરસથી લાભ પાંચમ સુધીના શુભ મુહૂર્ત, નોંધી લો લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનો ઉત્તમ સમય

Diwali 2026 Shubh Muhurat: દિપાવલી પર્વ (વિક્રમ સંવત 2082) અને નવા વર્ષ(વિક્રમ સંવત 2083)ના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ દિવાળી અને નવા વર્ષના શુભ મુહૂર્તોની માહિતી આપી છે. ધનતેરસથી લઈને લાભ પાંચમ સુધીની ખરીદી, ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન માટેના શ્રેષ્ઠ મુહૂર્તોની વિગતો નીચે મુજબ છે.

પુષ્ય નક્ષત્ર અને રવિ પુષ્યમૃત યોગ (1 નવેમ્બર 2026)

નવા વર્ષના ચોપડા કે અન્ય શુભ ખરીદી માટે રવિવાર, તા. 01/11/2026ના રોજ રવિ પુષ્યમૃત યોગ છે. આ દિવસે ખરીદી માટે સવારે 8:10થી 12:20 અને બપોરે 1:50થી 3:10 સુધીનો સમય શ્રેષ્ઠ રહેશે.

ધનતેરસ (6 નવેમ્બર 2026)

શુક્રવાર, તા. 06/11/2026ના રોજ ધનતેરસ (આસો વદ 13) છે. આ દિવસે ધન્વંતરિ પૂજન, સોના-ચાંદીની ખરીદી અને દીપદાન માટે બપોરે 12:25થી 01:45, સાંજે 04:40થી 05:55 અને રાત્રે 09:15થી 10:45 સુધીના મુહૂર્તો શુભ છે.

ધનતેરસ copy.jpg

કાળી ચૌદશ (7 નવેમ્બર 2026)

શનિવાર, તા. 07/11/2026ના રોજ કાળી ચૌદશ (આસો વદ 14) નિમિત્તે પૂજા અને ઉપાસના માર્ગદર્શન મુજબ કરવામાં આવશે.

દિવાળી અને લક્ષ્મી પૂજન (8 નવેમ્બર 2026)

રવિવાર, તા. 08/11/2026ના રોજ દિવાળી પર્વ ઉજવાશે. લક્ષ્મી પૂજન અને દિપાવલી પૂજન માટે સવારે 11:30થી 12:20, બપોરે 01:50થી 03:10, સાંજે 06:00થી અને રાત્રે 10:05 સુધીના શુભ મુહૂર્તો છે.

દિવાળી copy.jpg

નૂતન વર્ષ - વિ.સ. 2083 (10 નવેમ્બર 2026)

સોમવારે અમાસ પૂર્ણ થયા બાદ, મંગળવાર, તા. 10/11/2026ના રોજ નૂતન વર્ષ (વિક્રમ સંવત 2083) પ્રારંભ થશે. નવા વર્ષમાં શુભ શરૂઆત હેતુ સવારે 09:40થી બપોરે 01:40 સુધીનો સમય ઉત્તમ છે.

નૂતન વર્ષ copy.jpg

લાભ પાંચમ (14 નવેમ્બર 2026)

શનિવાર, તા. 14/11/2026ના રોજ કારતક સુદ 5 એટલે કે લાભ પાંચમના દિવસે નવા ધંધા-રોજગાર કે શુભ કાર્યોની શરૂઆત માટે સવારે 08:15થી 09:35 અને બપોરે 12:25થી 04:30 સુધીના મુહૂર્તો ઉપલબ્ધ રહેશે.

અમારા તમામ વાચકોને દિપાવલી પર્વ અને નૂતન વર્ષની અગાઉથી હાર્દિક શુભકામનાઓ

લાભ પાંચમ copy.jpg