ચૂંટણીમાં હાર્યા બાદ ટ્રમ્પ સરકાર ભારતની પાછળ પડી, ઈરાન સાથે સંબંધોના બહાને 9 કંપની સામે બૅન મૂક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA Ban 9 Companies : અમેરિકામાં તાજેતરમાં સંપન્ન થયેલી મિડટર્મ ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને કરારી હારનો સામનો કરવો પડ્યો છે, જેના પગલે હવે ટ્રમ્પ પ્રશાસને ભારત પર ફરીથી આર્થિક અને રાજકીય શિકંજો કસવાનું શરૂ કરી દીધું છે. ઈરાનના પ્રતિબંધિત તેલ કારોબારને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાંથી બચાવવામાં મદદ કરવાના ગંભીર આક્ષેપ હેઠળ અમેરિકાએ એક ભારતીય કારોબારી, તેમની પત્ની તેમજ ભારત સ્થિત નવ કંપનીઓ પર કડક પ્રતિબંધો મૂક્યા છે.
ચંદીગઢથી ઓપરેટ થતું હતું ગેરકાયદે નેટવર્ક
અમેરિકી નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમગ્ર જાળીદાર નેટવર્ક ભારતીય કારોબારી સુનીલ કુમાર શર્મા અને તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદ દ્વારા ચંદીગઢથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. આ દંપતી પર આરોપ છે કે તેઓએ જહાજો માટે નકલી સમુદ્રી રજિસ્ટ્રેશન (ફર્જી મેરિટાઇમ રજિસ્ટ્રી) અને ધ્વજ પ્રમાણપત્રો તૈયાર કરાવ્યા હતા, જેના કારણે ઈરાની તેલ વહન કરતા જહાજો વૈશ્વિક પ્રતિબંધો છતાં સરળતાથી પોતાનું ઓપરેશન ચાલુ રાખી શક્યા હતા. આ નેટવર્કે અરુબા, ગિયાના, મોઝામ્બિક, મલાવી, સિન્ટ માર્ટેન અને તિમોર-લેસ્તે જેવા વિવિધ દેશોના નામે ફર્જી વેબસાઇટ્સ અને રજિસ્ટ્રીઓ ઊભી કરી હતી.
ભારતની આ 9 કંપનીઓ અને સંસ્થાઓ આવી દાયરામાં
અમેરિકી નાણા મંત્રાલય દ્વારા પ્રતિબંધિત કરાયેલી ભારતીય કંપનીઓ અને સંસ્થાઓમાં મુખ્યત્વે નીચેના નામ સામેલ છે:
- ઓશનિક ટેક્નોલોજીસ ઇન્ડિયા
- આર્યાવર્ત શિપ મેનેજમેન્ટ
- પ્રિસેપ્ટ ટ્રેન્ડ્સ
- પોલીનેશિયા મેરિટાઇમ
- અલેક્સાર્યા ફિનસર્વ
- અલેક્સાર્યા મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ
- વિહારાબોટિંગ
- આર્યાવર્ત મેરિટાઇમ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ
આ ઉપરાંત, સુનીલ શર્મા સાથે જોડાયેલી કંપનીઓમાં ડાયરેક્ટર તરીકે કામ કરતા અશ્વિની કુમાર ધિમાન અને ઇશ્વિંદર સિંહ પર પણ ગાજ પડી છે.
'ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ કાર્યવાહી
અમેરિકી નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે જમીન, સમુદ્ર કે આકાશ માર્ગે ઈરાની શાસનને મદદ કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ટ્રમ્પ સરકારના 'ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ' અભિયાન અંતર્ગત ઈરાનની આર્થિક ગતિવિધિઓ અને ઓઈલ વેચાણની કમાણીને રોકવા માટે આ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકાની ચૂંટણીમાં થયેલી આ હાર પાછળ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે વધેલા ઈંધણના ભાવોને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.




