IPL 2026ની પહેલી મેચમાં જ વિવાદ, સૉલ્ટે પકડેલા કેચ પર દિગ્ગજોએ ઊઠાવ્યા સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026: IPL 2026ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં થઈ છે. વિરાટ કોહલીના 69 રનની ધમાકેદાર ઈનિંગના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 202 રનના ટાર્ગેટને માત્ર 15.4 ઓવરમાં સરળતાથી ચેઝ કરી લીધો. જોકે, આ મેચ દરમિયાન એક વિવાદ થયો, જે ખૂબ ચર્ચામાં આવ્યો. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. આને IPL 2026નો પહેલો વિવાદ પણ કહેવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ આ સમગ્ર મામલો.
સૉલ્ટે પકડેલા કેચ પર વિવાદ
આ વિવાદ ફિલ સૉલ્ટે પકડેલા કેચથી શરૂ થયો છે. 14મી ઓવરના પહેલા બોલ પર હેનરિક ક્લાસેને મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ ચિન્નાસ્વામીની નાની બાઉન્ડ્રીને પાર કરવામાં નિષ્ફળ ગયો. ત્યાં હાજર ફિલ સોલ્ટે શાનદાર કેચ પકડ્યો, પરંતુ કેચ પકડતી વખતે તે બાઉન્ડ્રી રોપની ખૂબ નજીક હતો.
થર્ડ અમ્પાયરનો નિર્ણય
અમ્પાયરે તરત જ નિર્ણય થર્ડ અમ્પાયરને રેફર કર્યો. રિપ્લેમાં થર્ડ અમ્પાયરે જોયું કે, સૉલ્ટ મિડ-વિકેટ પર બાઉન્ડ્રી લાઈનની ખૂબ જ નજીક હતો. તે બાઉન્ડ્રી રોપને સ્પર્શ્યો હતો કે નહીં તે કહેવું મુશ્કેલ હતું. પરંતુ થર્ડ અમ્પાયરે કહ્યું કે, મને કુશનમાં કોઈ હિલચાલ નથી દેખાઈ રહી. જેના કારણે તેમણે ક્લાસેનને આઉટ જાહેર કર્યો.
સૉલ્ટે પકડેલા કેચ પર દિગ્ગજોએ ઊઠાવ્યા સવાલ
જોકે, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉનનો મત અલગ છે. તેમણે X પર આ મુદ્દો ઉઠાવતા લખ્યું કે, 'મને એવું લાગ્યું કે પગ બાઉન્ડ્રી સ્પોન્જને સ્પર્શી ગયો હોય... આ RCB માટે એક મોટો નિર્ણય છે. મને સમજાતું નથી કે તમે કેવી રીતે કહી શકો છો અને ખાતરી કરી શકો છો કે પગનો કોઈ ભાગ સ્પોન્જને સ્પર્શ્યો નથી... અને સ્પોન્જ હલી ગયો... થોડો ઈશારો...'
RCBની ધમાકેદાર જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનનો પ્રથમ મુકાબલો શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયો હતો. જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, પ્રથમ બેટિંગમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 201 બનાવ્યા હતા. મોટા ટાર્ગેટને પાર પાડવા ઉતરેલી RCB ટીમે 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર આસાનીથી 6 વિકેટે જીત મેળવી IPLમાં ધમાકેદાર શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: VIDEO: IPL 2026ની પહેલી મેચમાં ફિલ સોલ્ટે કર્યો 'સુપરમેન' કેચ, જોનારા રહી ગયા દંગ




