Sports

મહિલા T20 વર્લ્ડકપ-2026 : ભારતનો પાકિસ્તાન સામે 64 રને ભવ્ય વિજય, દીપ્તિ શર્મા અને સ્મૃતિ મંધાના ચમક્યા

By GS Team
14 Jun 20264 mins read
TukuTouch Logo
બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલા વિમેન્સ ટી20 વર્લ્ડ કપના છઠ્ઠા રોમાંચક મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને કટ્ટર હરીફ પાકિસ્તાનને 64 રનથી કચડી નાખ્યું છે. ભારતે આપેલા 171 રનના મજબૂત લક્ષ્યાંક સામે પાકિસ્તાનની આખી ટીમ ભારતીય બોલરોના ઘાતક આક્રમણ સામે પત્તાના મહેલની જેમ માત્ર 106 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બેટિંગમાં ઓપનર સ્મૃતિ મંધાનાએ ધમાકેદાર અર્ધસદી ફટકારી હતી, જ્યારે બોલિંગમાં દીપ્તિ શર્માએ પાકિસ્તાની બેટિંગ લાઇન-અપની કમર તોડતા 5 વિકેટ ઝડપીને આ ભવ્ય જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા T20 વર્લ્ડકપ-2026 : ભારતનો પાકિસ્તાન સામે 64 રને ભવ્ય વિજય, દીપ્તિ શર્મા અને સ્મૃતિ મંધાના ચમક્યા

ICC Women's T20 World Cup 2026, India vs Pakistan : બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલા વિમેન્સ ટી20 વર્લ્ડ કપના છઠ્ઠા રોમાંચક મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને કટ્ટર હરીફ પાકિસ્તાનને 64 રનથી કચડી નાખ્યું છે. ભારતે આપેલા 171 રનના મજબૂત લક્ષ્યાંક સામે પાકિસ્તાનની આખી ટીમ ભારતીય બોલરોના ઘાતક આક્રમણ સામે પત્તાના મહેલની જેમ માત્ર 106 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બેટિંગમાં ઓપનર સ્મૃતિ મંધાનાએ ધમાકેદાર અર્ધસદી ફટકારી હતી, જ્યારે બોલિંગમાં દીપ્તિ શર્માએ પાકિસ્તાની બેટિંગ લાઇન-અપની કમર તોડતા 5 વિકેટ ઝડપીને આ ભવ્ય જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


સ્મૃતિ મંધાનાની વિસ્ફોટ ફિફ્ટી અપાવી જીત

પાકિસ્તાન સામેની આ મેચમાં ભારતીય મહિલા ટીમ તરફથી ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર અર્ધસદી ફટકારતા 44 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઓપનર શફાલી વર્મા 5 બોલમાં 1 છગ્ગા સાથે 6 રન બનાવી આઉટ થઈ હતી. ત્રીજા નંબરે આવેલી જેમિમા રોડ્રિગ્સ 7 બોલમાં માત્ર 1 રન જ કરી શકી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે મક્કમ બેટિંગ કરતા 35 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 36 રનનું યોગદાન આપ્યું હતું. ભારતી ફુલમાલી 3 બોલમાં 1 રન બનાવી પેવેલિયન ભેગી થઈ હતી, જ્યારે વિકેટકિપર રિચા ઘોષે તોફાની ઇનિંગ રમતા માત્ર 17 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે ધમાકેદાર 34 રન જોડ્યા હતા. દીપ્તિ શર્મા 9 બોલમાં 1 ચોગ્ગા સાથે 12 રન અને શ્રેયંકા પાટીલ 1 બોલમાં 1 રન બનાવી નોટ આઉટ રહી હતી. આ સાથે ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

સાદિયા ઈકબાલ અને ફાતિમા સનાએ 2-2 વિકેટ ઝડપી

ભારતીય ઇનિંગ્સ દરમિયાન પાકિસ્તાન તરફથી સાદિયા ઇકબાલે 4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. કેપ્ટન ફાતિમા સનાએ પણ સારી બોલિંગ પ્રદર્શન કરતા 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ મેળવી હતી. આ સિવાય તસ્મિયા રુબાબે 4 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ અને રામીન શમીમે 4 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી હતી. નશરા સંધુએ કરકસરયુક્ત બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 25 રન ખર્ચ્યા હતા, જોકે તેને કોઈ વિકેટ મળી નહોતી. સમગ્ર ઇનિંગ્સ દરમિયાન પાકિસ્તાની બોલરો દ્વારા કુલ 6 વાઇડ અને 1 નોબોલ ફેંકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : VIDEO : ભારત-પાકિસ્તાનની મેચમાં 2025 જેવી ઘટના, હરમનપ્રીતે આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાનની ટીમ 106 રનમાં ઓલઆઉટ

171 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન મહિલા ટીમ તરફથી ઓપનર મુનીબા અલીએ સૌથી વધુ 41 રનનું યોગદાન આપ્યું હતું, જેમાં તેણે 35 બોલ રમીને 5 ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે કોઈ છગ્ગો મારી શકી નહોતી. બીજી ઓપનર ગુલ ફિરોઝા 9 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 12 રન બનાવી આઉટ થઈ હતી. આયેશા ઝફરે પણ 8 બોલમાં 2 ચોગ્ગા સાથે 12 રનનું જ યોગદાન આપ્યું હતું. ત્યારબાદ સાયરા જબીન 3 બોલમાં 2 રન અને નતાલિયા પરવેઝ 13 બોલમાં 7 રન કરીને પેવેલિયન ભેગી થઈ હતી. કેપ્ટન ફાતિમા સના 3 બોલ રમવા છતાં ખાતું ખોલાવ્યા વિના 0 રને આઉટ થઈ હતી. આલિયા રિયાઝે થોડો સંઘર્ષ કરતા 17 બોલમાં 1 ચોગ્ગા સાથે 18 રન બનાવ્યા હતા. રામીન શમીમ 6 બોલમાં 4 રન, નશરા સંધુ 5 બોલમાં 4 રન અને તસ્મિયા રુબાબ 2 બોલમાં 0 રન બનાવી આઉટ થઈ હતી. સાદિયા ઇકબાલ 1 બોલમાં 1 રન કરીને અણનમ રહી હતી. પાકિસ્તાનની આખી ટીમ 16.6 ઓવરમાં માત્ર 106 રન ઓલઆઉટ થઈ ગઈ હતી.

દિપ્તી શર્માની 5 વિકેટ

પાકિસ્તાની ઇનિંગ્સ દરમિયાન ભારત તરફથી અરુંધતી રેડ્ડીએ 2 ઓવરમાં 21 રન આપ્યા હતા પરંતુ તેમને કોઈ સફળતા મળી નહોતી. શ્રેયંકા પાટીલે 3 ઓવરમાં 17 રન ખર્ચ્યા હતા, જ્યારે ક્રાંતિ ગૌડે 1 ઓવરમાં 14 રન આપ્યા હતા અને આ બંને બોલરોને કોઈ વિકેટ મળી નહોતી. દીપ્તિ શર્માએ ઘાતક બોલિંગ પ્રદર્શન કરતા 4 ઓવરમાં માત્ર 10 રન આપીને સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. શ્રી ચરણીએ પણ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ મેળવી હતી. આ સિવાય શફાલી વર્માએ 3 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ પોતાના નામે કરી હતી. સમગ્ર ઇનિંગ્સ દરમિયાન ભારતીય બોલરો દ્વારા કુલ 4 વાઇડ બોલ ફેંકવામાં આવ્યા હતા, જ્યારે એકપણ નોબોલ ફેંકાયો નહોતો.

આ પણ વાંચો : આ વર્ષે ફૂટબોલ વર્લ્ડ કપ કોણ જીતશે? જાણો છેલ્લી ત્રણ સાચી આગાહી કરનારા ગણિતશાસ્ત્રીનો જવાબ!