World

AI વ્યક્તિના મેસેજથી સુસાઈડના જોખમનો અંદાજ લગાવી શકશે

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
કેમ્બ્રિજમાં MITની રિસર્ચ ટીમે એક AI સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમ 16,000 કાઉન્સેલિંગ ચેટ્સનું વિશ્લેષણ કરીને વ્યક્તિના મેસેજમાં રહેલા શબ્દો અને વાક્યોના આધારે આત્મહત્યાના જોખમનો અંદાજ લગાવે છે. આનાથી માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોને સંકટમાં રહેલા લોકોને વહેલા ઓળખવામાં મદદ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI વ્યક્તિના મેસેજથી સુસાઈડના જોખમનો અંદાજ લગાવી શકશે
  • MITની રિસર્ચ ટીમે સિસ્ટમ ડેવલપ કરી
  • 16,000 ચેટ્સનું વિશ્લેષણ કરીને રિસ્ક ફેક્ટર શબ્દો, વાક્યો અને વિષયોની ઓળખ કરવામાં આવી

કેમ્બ્રિજ : વ્યક્તિ પોતાના મેસેજમાં શું લખે છે તેના આધારે તેના આત્મહત્યાના જોખમનો અંદાજ લગાવી શકે તેવી એઆઈ સિસ્ટમ એમઆઈટીની રિસર્ચ ટીમે ડેવલપ કરી છે. આ સિસ્ટમનો હેતુ માનસિક સંકટમાંથી પસાર થઈ રહેલા લોકોને વહેલી તકે ઓળખવામાં કાઉન્સેલર્સ અને માનસિક આરોગ્ય નિષ્ણાતોને મદદ કરવાનો છે.
એમઆઈટીના સંશોધકોએ ક્રાસિસ ટેક્સ્ટ લાઈન સાથે મળીને આશરે ૧૬,૦૦૦ ડિ-આઇડેન્ટિફાઇડ કાઉન્સેલિંગ ચેટ્સનું વિશ્લેષણ કર્યુંં. મેસેજને જોખમના સ્તર પ્રમાણે અલગ જૂથોમાં વહેંચીને સંશોધકોએ એ શોધવાનો પ્રયાસ કર્યો કે કયા શબ્દો, વાક્યો અને વિષયો આત્મહત્યાના વધતા જોખમ સાથે જોડાયેલા છે.
સમીક્ષા બાદ ૪૯ રિસ્ક ફેક્ટર્સ સાથે જોડાયેલા આશરે ૬૦ શબ્દો અને વાક્યો ધરાવતી વિશેષ યાદી તૈયાર કરવામાં આવી. ત્યારબાદ મશીન-લર્નિંગ મોડલને આ સંકેતોને આધારે જોખમનો અંદાજ લગાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સિસ્ટમ કયા શબ્દો કે રિસ્ક ફેક્ટર્સને કારણે અંદાજ લગાવવામાં આવ્યો તે પણ દર્શાવી શકે છે.