World

સઉદી ગ્રાન્ડ-મુફ્તિ સૈનિકોને મળ્યા હુથી હુમલાખોરો સામે ટક્કર લેવા કહ્યું

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
દુબઈમાં સાઉદી અરેબિયાના ગ્રાન્ડ મુફ્તિ શેખ સાલેહ અલ ફઝવાને સૈનિકોની મુલાકાત લીધી હતી. તેમણે ઈરાન-સમર્થિત હુથીઓ સામે દેશનું રક્ષણ કરવા અનુરોધ કર્યો. રાજકારણથી દૂર રહેતા મુફ્તિએ હુથીઓના ઓઈલ સાઈટ્સ અને તેલ-વાહક જહાજો પરના હુમલાની ટીકા કરી. તેમણે ગાઝા યુદ્ધના વિસ્થાપિતો માટે UNની કામગીરીને પણ બિરદાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

સઉદી ગ્રાન્ડ-મુફ્તિ સૈનિકોને મળ્યા હુથી હુમલાખોરો સામે ટક્કર લેવા કહ્યું
  • ગ્રાન્ડ-મુફ્તિ ભાગ્યે જ રાજકારણ વિષે બોલે છે
  • આ સાથે, ગ્રાન્ડ-મુફ્તિએ વધી રહેલા પ્રાદેશિક તણાવો પ્રત્યે ધ્યાન દોર્યું તેમજ ગાઝા-યુદ્ધના વિસ્થાપિતો અંગે યુનોની કાર્યવાહીની પ્રશંસા કરી

દુબઈ : સઉદી અરેબિયાના ગ્રાન્ડ મુફ્તિએ સૈનિકોની મુલાકાત લીધી હતી, અને તેઓને ઇરાનનાં પીઠબળવાળા હુથીઓ સામે ટક્કર લઈ દેશનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગ્રાન્ડ મુફ્તિ સામાન્યત: રાજકારણથી દૂર જ રહે છે પરંતુ ભાગ્યે જ આપેલાં આ કથનમાં તેઓએ હુથીઓ દ્વારા સઉદી અરબસ્તાનની ઓઈલ-સાઈટ્સ ઉપર હુથી બળવાખોરોએ કરેલા હુમલાની ઉગ્ર ટીકા કરી હતી, તેમજ સઉદી તેલ-વાહક-જહાજો ઉપર ઇરાનનાં સમર્થનવાળા તે જૂથે (હુથીઓએ) કરેલા હુમલા વખોડી કાઢ્યા હતા.
સઉદી પ્રેસ એજન્સીએ ગુરૂવારે ગ્રાન્ડ મુફ્તિ શેખ સાલેહ અલ ફઝવાનનાં આ વિધાનો પ્રસિદ્ધ કર્યાં. તે સર્વ-વિદિત છે કે, સઉદી ગ્રાન્ડ મુફ્તિનાં કથનો ઉપર દુનિયાભરના મુસ્લીમોનું ધ્યાન દોરાય જ છે. તેઓનો પ્રભાવ પણ મુસ્લીમ જગત વિશેષત: અરબસ્તાન ઉપર તો ઘણો જ છે.
ગ્રાન્ડ મુફ્તિએ સઉદી અરબસ્તાનના સૈનિકોને કરેલાં સંબોધનમાં કુર્રાન-એ-શરીફની આયાતો પણ ટાંકી હતી. જેમાં દેશની ભૂમિનું રક્ષણ કરવા, તથા જેઓ આક્રમણ કરે તેને શિક્ષા કરવા માટે પણ મુસ્લીમોને અનુરોધ કરવામાં આવ્યો છે, તેમજ દેશનાં રક્ષણ માટે શહીદી વહોરવી પડે તો પણ તે યોગ્ય જ છે તેમ પણ કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગ્રાન્ડ મુફ્તિએ ગાઝા યુદ્ધને લીધે વિસ્થાપિત થયેલાઓને યુએન દ્વારા કરાતી સહાય કામગીરીની પણ પ્રશંસા કરી હતી.