Sports

VIDEO : ભારત-પાકિસ્તાનની મેચમાં 2025 જેવી ઘટના, હરમનપ્રીતે આપ્યો જડબાતોડ જવાબ

By GS Team
14 Jun 20262 mins read
TukuTouch Logo
આઈસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન મેદાન પર ફરી એકવાર 'નો હેન્ડશેક' પોલિસી જોવા મળી છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલા આ મુકાબલામાં ટૉસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યા નહોતા. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક ન થવાની આ ઘટનાએ સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ભારત-પાકિસ્તાનની મેચમાં 2025 જેવી ઘટના, હરમનપ્રીતે આપ્યો જડબાતોડ જવાબ

ICC Women's T20 World Cup 2026, India vs Pakistan : આઈસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન મેદાન પર ફરી એકવાર 'નો હેન્ડશેક' પોલિસી જોવા મળી છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલા આ મુકાબલામાં ટૉસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યા નહોતા. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક ન થવાની આ ઘટનાએ સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.

અગાઉ પણ હેન્ડશેક ન કરવાનો લેવાયો છે નિર્ણય

ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન સામે હેન્ડશેક ન કરવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ પહેલાં વર્ષ 2025માં કોલંબો ખાતે રમાયેલા મહિલા ક્રિકેટ વિશ્વ કપ દરમિયાન પણ ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચમાં આ જ પ્રકારનું વલણ અપનાવ્યું હતું. ખેલાડીઓ વચ્ચે મેદાન પર અંતર જાળવવાનો આ સિલસિલો સતત બીજી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પણ યથાવત રહ્યો છે.

પુરુષ એશિયા કપ 2025થી થઈ હતી શરૂઆત

આ વિવાદની વાસ્તવિક શરૂઆત પુરુષ એશિયા કપ 2025 દરમિયાન થઈ હતી. તે ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત આમને-સામને આવ્યા હતા અને ભારતીય ખેલાડીઓએ મેચ પહેલાં કે મેચ પૂરી થયા પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક કરવાનું ટાળ્યું હતું. આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે ભારતીય ટીમે એશિયા કપ જીત્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

આ પણ વાંચો : VIDEO: ટી20 મુંબઈની ફાઈનલ મેચમાં ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી, મારપીટ થતાં રહી ગઈ!

સવાલ પૂછાતા પ્રેસ કોન્ફરન્સમાં ગરજી હરમનપ્રીત

આ હાઈવોલ્ટેજ મેચ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને આ હેન્ડશેક વિવાદ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો હતો. હરમનપ્રીતે કહ્યું હતું કે, ‘અમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ. તમે આ સવાલ કેમ પૂછી રહ્યા છો?’ ભારતીય કેપ્ટનના આ મક્કમ જવાબને સોશિયલ મીડિયા પર ખૂબ જ સરાહવામાં આવ્યો હતો અને તેને ટીમનું માત્ર રમત પર જ ફોકસ હોવાનો સંકેત માનવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રન આઉટ થયા બાદ રોહિત શર્માએ શુભમન ગિલને શું કહ્યું? ખુદ કેપ્ટને આપ્યો જવાબ