ટ્રમ્પનું પ્રમુખપદ નવેમ્બરમાં જ ખતમ થશે ? અમેરિકાના અગ્રીમ નેતાઓનો ગજબનો ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નવેમ્બરમાં જો ડેમોક્રેટસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવશે તો ટ્રમ્પની સત્તાઓ ઉપર ભારે દબાણ આવશે
ન્યુયોર્ક : અમેરિકામાં નવેમ્બરમાં મિડ-ટર્મ-પોલ થવાનો છે તે સંદર્ભે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે આગાહી આપતાં જણાવ્યું હતું કે તે ચૂંટણી પરિણામો પછી ડોનાલ્ડ ટ્રમ્પની રાજકીય સત્તામાં મોટું પરિવર્તન આવશે.
સંયુક્ત રાષ્ટ્રોમાં યોજાઈ રહેલા કલાઈમેટ વીકમાં હાજરી આપવા અને મહાસભામાં પણ અમેરિકાના એક પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવા અહીં આવેલા ન્યુ સોમે કહ્યું હતું કે નવેમ્બરમાં યોજાનારા મીડ-ટર્મ-પોલમાં તેમનો ડેમોક્રેટિક પક્ષ બહુમતી મેળવશે તેવી મને ખાતરી છે અને જો આમ થશે તો ટ્રમ્પની પ્રેસિડેન્સી આપણે જાણીએ છીએ તેવી નહીં રહી શકે. એટલે કે ટ્રમ્પની પ્રેસીડેન્સી ખરા અર્થમાં તો ખતમ જ થઈ જશે.
તે બાબત તો સમજી શકાય તેવી જ છે કે હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્સ (નીચલા ગૃહ)માં ટ્રમ્પની પાર્ટી રીપબ્લિક પાર્ટી બહુમતી પ્રાપ્ત કરી શકે તેમ નથી. ડેમોક્રેટસ જ બહુમતી મેળવવા સંભવ છે. તેઓ ટ્રમ્પ વહીવટી તંત્ર ઉપર સખતનો કાબુ રાખી શકે તેમ છે. (તેથી ટ્રમ્પની સત્તા ઉપર કાપ આવે જ).
બીજી તરફ સમગ્ર અમેરિકામાં પણ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ ઘટીને ૩૨ ટકા જેટલું નીચું ગયું છે. ન્યૂ સોમે ટ્રમ્પના ઊર્જા ક્ષેત્ર અંગેનાં ઉપેક્ષાજનક વલણની પણ ટીકા કરી હતી.
બીજી તરફ ૨૦૨૮માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી વિષે બોલતા ન્યૂસોમે કહ્યું હતું કે તેમાં ડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર એલેકઝાન્ડ્રીંગ ઓકાસિયો-કોર્ટેઝ મેદાન મારી જઈ શકે તેમ છે. તેઓ અત્યારે હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્ઝનાં સભ્યપદે છે. આ સાથે ન્યૂસોમને પૂછવામાં આવ્યું કે તેઓ પણ પ્રમુખપદ માટેના ઉમેદવાર તરીકે નવેમ્બર ૨૦૨૮ની ચૂંટણીમાં ઊભા રહેશો ? ત્યારે તેમણે કહ્યું હતું કે તે પણ શક્ય છે. જોકે તે વિષે મેં હજી કશો નિર્ણય લીધો નથી.
નિરીક્ષકો તેમ માને છે કે કદાચ તેઓ ન્યૂસોમ કોર્ટેઝના રનિંગ મેઇટ તરીકે (ઉપપ્રમુખપદ માટે) ચૂંટણી લડશે.




