Surat

સુરતમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન અબીલ-ગુલાલથી મસ્જિદને બચાવવા આગોતરી તકેદારી : ભાગળમાં મસ્જિદને પ્લાસ્ટિકનું સુરક્ષા કવચ, અબિલ-ગુલાલ ન ઉડાવવા અપીલ

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ગણેશ વિસર્જન યાત્રાઓ દરમિયાન ભાગળ ચાર રસ્તા પર શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર સક્રિય બન્યું હતું. અબીલ-ગુલાલ મસ્જિદ પર ન પડે તે માટે મીનારાવાળી મસ્જિદને પ્લાસ્ટિકથી કવર કરાઈ હતી. આયોજકોને અબિલ-ગુલાલ, ફટાકડા ન ફોડવા અપીલ કરાઈ હતી. પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવી ભક્તોને શાંતિપૂર્ણ વિસર્જન કરવા જણાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન અબીલ-ગુલાલથી મસ્જિદને બચાવવા આગોતરી તકેદારી : ભાગળમાં મસ્જિદને પ્લાસ્ટિકનું સુરક્ષા કવચ, અબિલ-ગુલાલ ન ઉડાવવા અપીલ

Surat Ganesh Visarjan : સુરતમાં ગણેશ વિસર્જન યાત્રાઓ ધામધૂમથી નીકળી રહી હોવાથી ભાગળ ચાર રસ્તા પર શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આગોતરી તકેદારી રાખવામાં આવી હતી. વિસર્જન યાત્રા દરમિયાન અબીલ-ગુલાલ ઉડાવવામાં આવતું હોવાથી તે મીનારાવાળી મસ્જિદ પર ન પડે અને કોઈ અનિચ્છનીય સ્થિતિ ઊભી ન થાય તે માટે મસ્જિદના ભાગને પ્લાસ્ટિકથી કવર કરી સુરક્ષિત કરવામાં આવ્યો હતો. સાથે જ ગણેશ આયોજકોને અબીલ-ગુલાલ ન ઉડાવવા તેમજ ફટાકડા અને ધુમાડાવાળા ફટાકડા ન ફોડવા માટે સતત અપીલ કરવામાં આવતી હતી.
ગણેશ વિસર્જનના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગણેશજીની વિસર્જન યાત્રાઓ ભાગળ ચાર રસ્તા પરથી પસાર થઈ રહી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોવાથી ભાગળ વિસ્તારમાં પોલીસ અને તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અણબનાવની સ્થિતિ ન સર્જાય અને તમામ લોકો શાંતિપૂર્ણ રીતે વિસર્જન યાત્રા પસાર કરી શકે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી હતી.

12.jpg


ભાગળ ચાર રસ્તા પર આવેલી મીનારાવાળી મસ્જિદના બહારના ભાગને તંત્ર દ્વારા પ્લાસ્ટિકથી કવર કરવામાં આવ્યો હતો. વિસર્જન યાત્રા દરમિયાન ભક્તો દ્વારા અબીલ-ગુલાલ ઉડાવવામાં આવે છે અને રંગ મસ્જિદ પર પડવાની શક્યતા રહેતી હોવાથી આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ વ્યવસ્થાથી યાત્રા દરમિયાન મસ્જિદના ભાગ પર રંગ ન પડે અને તેને લઈને કોઈ વિવાદ ઊભો ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી હતી.
દરમિયાન ભાગળ ચાર રસ્તા પર પોલીસ અને તંત્રના કર્મચારીઓ દ્વારા ગણેશ આયોજકો તેમજ યાત્રામાં જોડાયેલા લોકોને પણ સતત અપીલ કરવામાં આવતી હતી. અબીલ-ગુલાલ ઉડાવવાનું ટાળવા ઉપરાંત ફટાકડા અને ખાસ કરીને ધુમાડાવાળા ફટાકડા ન ફોડવા માટે સૂચના આપવામાં આવી હતી. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોવાથી કોઈ અણધારી ઘટના ન બને અને ટ્રાફિક તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પણ કર્મચારીઓ નજર રાખી રહ્યા હતા.
શહેરમાં ગણેશ વિસર્જન ઉત્સવનો માહોલ આનંદ અને ભક્તિથી ભરેલો હોવા છતાં સંવેદનશીલ વિસ્તારોમાં નાની બાબત પણ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે તંત્ર દ્વારા પહેલેથી જ સાવચેતી રાખવામાં આવી હતી. ભાગળ વિસ્તારમાં મસ્જિદને પ્લાસ્ટિકથી કવર કરવાની સાથે આયોજકોને કરવામાં આવેલી અપીલને પણ આ જ આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે જોવામાં આવી હતી. ગણેશ ભક્તો પણ તંત્રની અપીલને ધ્યાનમાં રાખી વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર કરે તે માટે પોલીસ દ્વારા સતત અપીલ કરવામાં આવી હતી.