Entertainment

ધનુષે માજી સસરા રજનીકાન્ત સામે બોક્સ ઓફિસ પર ટક્કર ટાળી

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
ધનુષે તેની આગામી ફિલ્મ 'ઓમ: ચેપ્ટર વન'ની રિલીઝ 16 ઓક્ટોબરથી પાછી ઠેલી દીધી છે. રજનીકાંતની 'જેલર 2' 15 ઓક્ટોબરે રિલીઝ થતી હોવાથી, ધનુષે સસરાના સન્માનમાં આ નિર્ણય લીધો. મુંબઈમાં સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરતાં ધનુષે જણાવ્યું કે મોટી ફિલ્મોએ પરસ્પર સહકારથી રિલીઝ થવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

ધનુષે માજી સસરા રજનીકાન્ત સામે બોક્સ ઓફિસ પર ટક્કર ટાળી
  • રજનીકાન્તની જેલર ટુ પંદર ઓક્ટોબરે રિલિઝ થશે
  • ધનુષે રજનીકાન્ત સરનું માન રાખવા ઓમને પાછી ઠેલવાની જાહેરાત કરી

મુંબઇ : ધનુષે સોશ્યલ મિડિયા પર એક પોસ્ટ મુકી પોતાની આગામી ફિલ્મ 'ઓમઃ ચેપ્ટર વન-ઉધીરામ'ની રજૂઆત ૧૬ ઓક્ટોબરે થવાની હતી તેને પાછળ ઠેલવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ધનુષનાં લગ્ન રજનીકાંતની દીકરી ઐશ્વર્યા સાથે થયાં હતાં. જોકે, લગભગ ૧૮ વર્ષનાં લગ્નજીવન બાદ તેમણે છૂટાછેડા લીધા હતા.
અમે માનીએ છીએ કે મોટી ફિલ્મો પરસ્પરના સહકારથી એકબીજાના નિર્ણયોનું માન રાખી રિલિઝ કરવી જોઇએ.
રામ પેરિયાસામી નિર્દેશિત ફિલ્મ ઓમમાં ધનુષ ઉપરાંત મમ્મુટી, સાઇ પલ્લવી અને સાઇ લીલા પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં નસીરૂદ્દીન શાહની પણ મહત્વની ભૂમિકા છે. રામ પેરિયાસામીએ નિર્દેશિત કરેલી અમારણ ફિલ્મ ૨૦૨૪માં રજૂ થઇ હતી.