Get The App

ઈન્ડિયા-Aનો ધમાકેદાર વિજય : 3 બેટરોની ફિફ્ટીથી અફઘાનિસ્તાન 101 રને હાર્યું

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
ઈન્ડિયા-Aનો ધમાકેદાર વિજય : 3 બેટરોની ફિફ્ટીથી અફઘાનિસ્તાન 101 રને હાર્યું 1 - image

India A Vs Afghanistan A Cricket Match : ટ્રાય સિરીઝની પાંચમી મેચમાં ઈન્ડિયા-A ટીમે અફઘાનિસ્તાન-A સામે 101 રનથી શાનદાર અને ધમાકેદાર જીત નોંધાવી છે. આ રોમાંચક મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 319 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. ટીમ વતી શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા તિલક વર્મા, પ્રિયાંશ આર્યા અને કુમાર કુશાગ્રાએ અડધી સદી ફટકારીને મહત્વનું યોગદાન આપ્યું હતું. 320 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ ભારતીય બોલરોના આક્રમણ સામે ટકી શકી નહોતી અને 36.5 ઓવરમાં માત્ર 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતના 3 બેટરોની ફિફ્ટી

ભારતીય ઈનિંગ્સના સ્કોરકાર્ડ પર નજર કરીએ તો, ઓપનર પ્રિયાંશ આર્યાએ વિસ્ફોટક બેટિંગ કરતા 42 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 58 રન, વૈભવ સૂર્યવંશીએ 28 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 38 રન, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 31 બોલમાં 4 ચોગ્ગા સાથે 30 રન, તિલક વર્માએ 75 બોલમાં 5 ચોગ્ગા સાથે 59 રન, કુમાર કુશાગ્રાએ 67 બોલમાં 5 ચોગ્ગા સાથે 58 રન, સૂર્યંશ શેડગેએ 9 બોલમાં 7 રન, નિશાંત સિંધુએ 26 બોલમાં અણનમ 21 રન, વિપ્રજ નિગમે 20 બોલમાં 4 ચોગ્ગા સાથે આક્રમક 30 રન અને અનુકુલ રોયે 2 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 4 રન નોંધાવ્યા હતા.

તિલક વર્મા - કુમાર કુશાગ્રા વચ્ચે ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી

મેચ દરમિયાન ભારતની વિકેટો નિયમિત અંતરે પડતી રહી હતી, જેમાં ટીમનો પ્રથમ ઝટકો 75 રનના સ્કોર પર લાગ્યો હતો. ત્યારબાદ સ્કોરબોર્ડ પર 115 રને બીજી, 129 રને ત્રીજી, 233 રને ચોથી, 254 રને પાંચમી, 271 રને છઠ્ઠી, 312 રને સાતમી, 318 રને આઠમી અને છેલ્લે 319 રનના સ્કોર પર નવમી વિકેટ પડી હતી.

અફઘાનિસ્તાન તરફથી ફરીદૂન દાવૂદઝાઈએ 8 ઓવરમાં 74 રન આપીને 2 વિકેટ, અબ્ડોલ્લાહ અહમદઝાઈએ 10 ઓવરમાં 62 રન આપીને 2 વિકેટ, ફરમાનુલ્લાહે પણ 9 ઓવરમાં 62 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સ્પિનર ઝાહિર ખાને 10 ઓવરમાં 58 રન આપીને 1 વિકેટ મેળવી હતી.

આ પણ વાંચો : વૈભવ સૂર્યવંશી અંગે મેદાનમાં ફરી ડ્રામા, કેચ પર હોબાળો, ત્રિકોણીય શ્રેણીમાં વધુ એક 'ફ્લોપ' ઈનિંગ

બહિર શાહની ફિફ્ટી એડે ગઈ

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન તરફથી ઓપનર ઈમરાન મીરે 27 બોલમાં 4 ચોગ્ગા સાથે 32 રન, હસન ઈસાખિલે 9 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 14 રન, ખાલિદ તાનીવાલે 10 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 13 રન, ફૈસલ શિનોઝાદાએ 56 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 46 રન, બહિર શાહે 52 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 57 રન, મોહમ્મદ ઈશાકે 23 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 16 રન, ફરમાનુલ્લાહે 17 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 17 રન, શમ્સ ઉર રહમાને 13 બોલમાં 1 ચોગ્ગા સાથે 8 રન, અબ્ડોલ્લાહ અહમદઝાઈએ 4 બોલમાં 1 ચોગ્ગા સાથે 6 રન અને ઝાહિર ખાને 9 બોલમાં 4 રન બનાવ્યા હતા. જ્યારે ફરીદૂન દાવૂદઝાઈ 1 બોલમાં 1 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ફૈસલ શિનોઝાદા અને બહિર શાહ વચ્ચે 87 રનની ભાગીદારી

મોટા સ્કોર સામે દબાણમાં આવેલી અફઘાનિસ્તાન A ટીમની વિકેટો ખૂબ જ ઝડપથી પડી ગઈ હતી, જેમાં પ્રથમ ઝટકો 25 રનના સ્કોર પર લાગ્યો હતો. ત્યારબાદ આગળ જતા 46 રને બીજી, 70 રને ત્રીજી, 157 રને ચોથી, 173 રને પાંચમી, 198 રને છઠ્ઠી, 200 રને સાતમી, 212 રને આઠમી, 215 રને નવમી અને છેલ્લે 218 રનના સ્કોર પર દસમી વિકેટ પડતા આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

નિશાંત સિંધુની 4 વિકેટ

ભારતીય બોલિંગ આક્રમણે આ મેચમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું, જેમાં સ્પીનર નિશાંત સિંધુ સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે 6.5 ઓવરમાં માત્ર 31 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી લીધી હતી. ઝડપી બોલર યશ ઠાકુરે પોતાની 7 ઓવરમાં 48 રન આપીને 2 વિકેટ મેળવી હતી. અંશુલ કમ્બોજે પણ સારી લાઈન-લેન્થથી બોલિંગ કરતા 5 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. વિપ્રજ નિગમે 7 ઓવરમાં 38 રન આપીને 1 વિકેટ, જ્યારે સૂર્યંશ શેડગેએ 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય અનુકુલ રોયે પોતાની 7 ઓવરમાં 40 રન આપીને 1 સફળતા મેળવી હતી.

આ પણ વાંચો : VIDEO : વૈભવ સૂર્યવંશી સાથે બાખડવું ભારે પડ્યું: શ્રીલંકાના ખેલાડીઓ સામે લેવાયા કડક પગલાં