વડોદરાના પાદરામાં દાદાની નજરો સામે મગર 12 વર્ષની કિશોરીને ખેંચી ગયો, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરામાં વિશ્વામિત્રી, ઢાઢર તેમજ અન્ય નદીઓમાં પુર આવતા મગરો માટે મુશ્કેલી વધી છે અને તેમની ભાગદોડ થવા માંડી છે. આ દરમિયાન પાદરા તાલુકામાં એક મહાકાય મગર 12 વર્ષની કિશોરીને ખેંચી ગયો હોવાનું બનાવ બનતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાદરા તાલુકાના મેઢોદ ગામે 12 વર્ષીય કિશોરી આજે સવારે તેના દાદા સાથે તળાવે ગઈ હતી તે દરમિયાન હાથ પગ ધોવા જતા મહાકાય મગર તરાપ મારીને તેને પાણીમાં ખેંચી ગયો હતો. બનાવને પગલે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.
પાદરાના આરએફઓ હર્ષલ ભાઈએ વડોદરા ફાયર બ્રિગેડ ને જાણ કરતા વાસણા ની ટીમ નદીમાં કિશોરીની શોધખોળ કરી રહી છે.
આવી જ રીતે વડોદરા નજીક દુમાડ હાઇવે ઉપર પણ રાત્રે સાડા ચાર ફૂટનો મગર આવી જતા આસપાસમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ જીવ દયા કાર્યકરોને કરતા મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.









