વડોદરા નજીક આવેલા ઐતિહાસિક તેન તળાવમાં લાંબા સમયે નીર ભરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા ઐતિહાસિક તેન તળાવમાં લાંબા સમય બાદ નવા નીર ભરાતા મોહક દ્રશ્યો જોવા લોકો ઉમટી રહ્યા છે.
ડભોઇ નજીક આવેલું ઐતિહાસિક તેન તળાવ અષ્ટકોણીય છે અને ચારે બાજુ પગથીયા સાથેની તેની સુંદર રચના કાલા અને સ્થાપત્યનું ઉત્તમ નમૂનો છે. આ ઉપરાંત આ તળાવ બનાવનાર હીરા સલાટ અને તેની 'તેન'નામની પ્રેમિકાની કહાની સાથે પણ આ તળાવને જોડવામાં આવે છે.
અગાઉ આ તળાવમાં હંમેશા પાણી જોવા મળતું હતું પરંતુ છેલ્લા દસ વર્ષથી આ તળાવમાં પાણી ટકતું જ ન હતું અને અહીં ક્રિકેટનું મેદાન બની ગયું હતું. છેલ્લા અઠવાડિયાથી ધમાકેદાર વરસાદ પડતા અને ડભોઇ તાલુકાના ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા આ તળાવમાં પણ પાણીના નીર આવ્યા છે. લાંબા સમયે તળાવ ભરાઈ જતા ખૂબ જ રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકો ખાસ તળાવ જોવા માટે ઉમટી રહ્યા છે.









