Ahmedabad

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ, હાઈપ્રોફાઈલ જુગારધામ પરથી 150થી વધુ લોકો ઝડપાયા

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના મનપસંદ જીમખાના ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી મોટા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેરકાયદે જુગાર રમતા 150થી વધુ લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી લાખોની રોકડ અને જુગારના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી, તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ, હાઈપ્રોફાઈલ જુગારધામ પરથી 150થી વધુ લોકો ઝડપાયા

Ahmedabad News: સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદના નામાંકિત અને સૌથી મોટા એવા મનપસંદ જીમખાના ક્લબમાં કાર્યવાહી કરીને એક મોટા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ક્લબમાં ગેરકાયદે રીતે જુગાર રમી રહેલા 150 કરતાં પણ વધુ લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડની કાર્યવાહીમાં પોલીસની ટીમે સ્થળ પરથી મોટી રોકડ રકમ અને જુગારના સાધનો સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.