Entertainment

ટોમ હોલાન્ડની સ્પાઇડર મેનની બીજા દિવસે રૂ.2600 કરોડની કમાણી

By GS Team
2 Aug 20261 min read
ટોમ હોલાન્ડની સ્પાઇડર મેનની  બીજા દિવસે રૂ.2600 કરોડની કમાણી
  • ભારતમાં રૂ.131.46 કરોડની કમાણી
  • ડેસ્ટિન ડેનિયલ ક્રેટોન નિર્દશિત ફિલ્મ માર્વેલ માટે મોટો ખજાનો પુરવાર થઇ

મુંબઈ : ટોમ હોલાન્ડની સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યુ ડે ભારતમાં ગુરૂવારે રજૂ થયા બાદ માત્ર બે દિવસમાં જ ૧૩૧.૪૬ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી જ્યારે દુનિયાભરમાં તેને બીજા દિવસે કુલ ૨૬૦૦ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. ભારતમાં ફિલ્મને અંંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં ડબ કરીને પણ થ્રી ડી ફોર્મેટમાં પણ રજૂ કરવામાં આવી છે. ભારતમાંથી ફિલ્મને ૧૩૧.૬૪ કરોડ રૂપિયા અને ઓવરસીઝ માર્કેટમાંથી ૧૯૨૫ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. ગુરૂવારે રજૂ થયેલી સ્પાઇડર મેનઃ બ્રાન્ડ ન્યુ ડે એ પ્રથમ દિવસે સૌથી વધુ ૫૪ કરોડ રૂપિયાની કમાણી કરવાનો એવેન્જર્સ ઃ એન્ડગેમનો રેર્કોડ તોડી ૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
વર્તમાન ટ્રેન્ડ અનુસાર વીકએન્ડના ચાર દિવસમાં ફિલ્મને કુલ ૩૦૦ કરોડની કમાણી થવાનો અંદાજ મુકાઇ રહ્યો છે.
ભારતમાં બે દિવસમાં ફિલ્મના કુલ ૩૪,૧૫૨ શો યોજાયા હતા જેમાંથી ચોખ્ખી ૧૦૯.૯૫ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. પ્રથમ દિવસે અંગ્રેજી વર્ઝને ૩૨.૨૫ કરોડ રૂપિયા અને હિન્દી વર્ઝને ૨૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે શુક્રવારે અંગ્રેજી વર્ઝનના ૭૫૭૪ શો યોજાયા હતા અને તેમાંથી સૌથી વધુ ૨૮ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી.