Baroda
વડોદરા પાસેના જાંબુઆ ગામમાં ઢાઢરના પાણી ફરી વળતાં ગામમાં જવાનો રસ્તો બંધ
By GS Team
2 Aug 20261 min read
વડોદરા નજીક ઢાઢર નદીમાં પૂર આવતા અનેક ગામો પ્રભાવિત થયા છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા વાઘોડિયા, કરજણ અને ડભોઇ તાલુકાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જાંબુઆ અને ગોરાજ ગામના બ્રિજ ઉપર પાણી આવતા ગ્રામજનોની અવર-જવર બંધ થઈ છે. જો પાણીની સપાટી વધશે તો મુશ્કેલી વધુ વધશે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા નજીક ઢાઢર નદીના પાણીને કારણે અનેક ગામોમાં અવર-જવર ઉપર અસર થઈ છે ત્યારે જાંબુઆ ગામનો સંપર્ક કપાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
દેવ ડેમમાં પાણી છોડાયા બાદ ઢાઢર અને દેવ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને અનેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. ગઈકાલ કરતા સ્થિતિ સુધરી હોવા છતાં હજી વાઘોડિયા, કરજણ અને ડભોઇ તાલુકાના અનેક સ્થળોએ અવાર-જવર ઉપર અસર જોવાઈ રહી છે.
દરમિયાન વડોદરા પાસે જાંબુવા બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા ગામમાં અવર-જવર બંધ થઈ છે. પાણીની સપાટી વધે તો મુશ્કેલી હજી વધશે તેમ જણાઈ રહ્યું છે. આવી જ રીતે ગોરાજ ગામના બ્રિજ ઉપરથી પણ નદીના પાણી વહી રહ્યા હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી છે.