IND vs SA: દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ચાલી રહેલી પહેલી વનડેમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી. કોહલી આ મેચમાં ફોર્મમાં નજરે આવ્યો અને તેમણે શરૂઆતથી જ આક્રામક વલણ અપનાવી રાખ્યું. કોહલીના વનડે કરિયરની આ 52મી અને ઇન્ટરનેશનલ ક્રિકેટની 83મી સદી છે. મેચ દરમિયાન એક ચાહક સુરક્ષા ઘેરો તોડીને કોહલીની નજીક પહોંચી ગયો અને પૂર્વ કેપ્ટનના પગમાં પડી ગયો હતો.
સ્ટેડિયમમાં સુરક્ષામાં મોટી ચૂક
વિરાટ કોહલીએ સદી પૂર્ણ કરતાં સ્ટેડિયમમાં દર્શકો ઝૂમી ઉઠ્યા હતા. જોકે તેમાંથી એક ચાહક સુરક્ષા ઘેરો તોડી મેદાનમાં ઘૂસી ગયો અને કોહલીને પગે લાગ્યો હતો. ત્યારે મેદાનકર્મીઓ ત્યાં પહોંચ્યા અને તેને બહાર લઈ ગયા.
કોહલી-રોહિતની 136 રનની ભાગીદારી
કોહલીએ 102 બોલમાં સદી પૂરી કરી. આ વર્ષે આ તેની બીજી વનડે સદી છે. તેણે અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે અણનમ 100 રન બનાવ્યા હતા. આ પહેલા કોહલીએ રોહિત સાથે શાનદાર સદી ભાગીદારી કરી હતી. બંનેએ 109 બોલમાં બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. રોહિત સારા ફોર્મમાં દેખાતો હતો, પરંતુ માર્કો જેન્સને તેને એલબીડબલ્યુ આઉટ કર્યો. આનાથી રોહિત અને કોહલી વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો. રોહિતે 51 બોલમાં 57 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: વિરાટ કોહલીની 83મી સદી, ચાહકો ખુશખુશાલ: ધુંઆધાર બેટિંગથી અનેક રેકોર્ડ ધ્વસ્ત, જુઓ લિસ્ટ
કોઈ પણ એક ફોર્મેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ
• 52*- વિરાટ કોહલી ( વનડે ઈન્ટરનેશનલ )
• 51- સચિન તેંડુલકર ( ટેસ્ટ )
• 49- સચિન તેંડુલકર ( વનડે ઈન્ટરનેશનલ )
• 45- જેક્સ કેલિસ ( ટેસ્ટ )
• 41- રિકી પોન્ટિંગ ( ટેસ્ટ )
આટલું જ નહીં વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વિરુદ્ધ સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી પણ બની ગયો છે.


