Rohit Sets New World Record for ODI Sixes : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી વનડે સીરિઝની શરૂઆત થઈ છે. આજે રાંચીમાં બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ મેચ રમાઈ. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આજે શાનદાર બેટિંગ કરી. બંને ખેલાડીઓએ 100થી વધુ રનની પાર્ટનરશિપ કરી. જ્યારે રોહિત શર્માએ આજે વધુ એક વર્લ્ડરેકોર્ડ પોતાના નામે કર્યો છે.
રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડરેકોર્ડ
રોહિત શર્મા વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે હતો. આફ્રિદીએ 398 મેચોમાં 351 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 277 મેચમાં 352 છગ્ગા ફટકારી આ રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે.
વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ
352*- રોહિત શર્મા ( ભારત )
351- શાહિદ આફ્રિદી ( પાકિસ્તાન )
331- ક્રિસ ગેલ ( વેસ્ટઈન્ડિઝ )
270- સનથ જયસૂર્યા ( શ્રીલંકા )
229- એમ એસ ધોની ( ભારત )

આજની મેચમાં રોહિત શર્માએ 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 57 રન ફટકાર્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 136 રનની પાર્ટનરશિપ કરી. જે બાદ રોહિત માર્કો જાનસેનની ઓવરમાં LBW આઉટ થયો.
આજની મેચમાં ભારતની પ્લેઈંગ-11: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, કે એલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા


