માનવ સુથારનું ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન, 25 વર્ષમાં કોઈ ખેલાડી ન કરી શક્યો તેવો રેકોર્ડ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ind vs Afg: માનવ સુથારે રવિવારે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટના બીજા દિવસે ત્રણ વિકેટ ઝડપી. તે ચાલુ ટેસ્ટ મેચમાં ભારતનો સૌથી સફળ બોલર રહ્યો, તેના સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ બે વિકેટ ઝડપી. બેટથી યોગદાન આપ્યા બાદ સુથારે બોલથી પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ડેબ્યૂ મેચમાં પોતાની પહેલી ઓવરમાં જ વિકેટ ઝડપી અને આ સાથે જ તેણે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. દિવસની રમત પૂરી થવા પર 15.5 ઓવરમાં 21 રન આપીને ત્રણ વિકેટ ઝડપી છે. દિવસના છેલ્લા બોલ પર પણ વિકેટ લીધી.
25 વર્ષ બાદ ભારતીય બોલરનો રેકોર્ડ
સુથારે પોતાની ટેસ્ટ કારકિર્દીના ચોથા બોલ પર વિકેટ લીધી. તેણે અફઘાનિસ્તાનના બેટ્સમેન અબ્દુલ મલિકને પેવેલિયન ભેગો કર્યો, જે અગાઉના કેટલાક બોલ પર સંઘર્ષ કરી રહ્યો હતો. મલિક શરૂઆતના ત્રણ બોલ પર અસહજ દેખાયો અને ચોથા બોલ પર સ્વીપ રમવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠો. તેની વિકેટ લીધા બાદ ખેલાડીઓએ અભિનંદન આપ્યા હતા. આ સાથે જ તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં પહેલી ઓવરમાં વિકેટ મેળવનારા ભારતનો 8મો બોલર બની ગયો છે. તે ભારતના ઇતિહાસમાં 2001 પછી આ પરાક્રમ કરનારો પહેલો બોલર બન્યો.
અગાઉ આ સિદ્ધિ મેળવનારા ભારતીય બોલરો
ડેબ્યૂ ટેસ્ટમાં પહેલીવાર પહેલી ઓવરમાં વિકેટ લેવાનો રેકોર્ડ મોન્ટુ બેનર્જીના નામે છે. તેણે 1948માં વેસ્ટ ઈન્ડિઝ સામે આ કમાલ કર્યો હતો. મનોહર હાર્ડીકરે વેસ્ટ ઈન્ડિઝ સામે 1958માં એવું કર્યું હતું. વામન કુમારે પાકિસ્તાન સામે 1961માં રમાયેલી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ચેતન શર્માએ 1984માં પાકિસ્તાન સામે અને ડબલ્યુ.વી. રમણે વેસ્ટ ઈન્ડિઝ સામે 1988માં. નિલેશ કુલકર્ણીએ 1997માં અને પછી ટીનુ યોહાનાએ ઈંગ્લેન્ડ સામે 2001માં આ પરાક્રમ કર્યું હતું. આ પછી સુથાર પહેલા ગત 25 વર્ષોમાં કોઈ પણ બોલર આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતો.
સુથારની પરંપરાગત બોલિંગ શૈલી
રાજસ્થાનના શ્રીગંગાનગરના 23 વર્ષીય સુથારની પરંપરાગત શૈલી અને કલાત્મક રન-અપ જોવા લાયક હતો. એવા દોરમાં જ્યારે ટી20 ક્રિકેટના પ્રભાવથી સ્પિન બોલિંગ વિકેટ ઝડપવાની જગ્યાએ રન રોકવાનું હથિયાર બનતી જઈ રહી છે, સુથારે 'ફ્લાઇટ' અને 'ટર્ન' જેવા પાયાના ગુણોના જોરે અલગ છાપ છોડી. સુથારની 'ફ્લાઇટેડ' બોલને હવામાં વધારાનો સમય મળવાના કારણે બેટ્સમેનોને સતત પરેશાન કરી રહી હતી. તેની સૌથી મોટી વિશેષતા સતત એક સરખી લાઇન અને લેન્થ જાળવી રાખતા ટર્ન અને ઉછાળમાં વિવિધતા લાવવાની રહી.
આ પણ વાંચો: 'એના માટે કંઈ પણ સહેલુ નથી...', કેપ્ટન્સી ગુમાવનાર સૂર્યકુમાર યાદવની પડખે આવ્યો હિટમેન
ગુરબાઝ અને જઝઈને ચતુરતાથી આઉટ કર્યા
અબ્દુલ મલિક બાદ કોલકાતા નાઇટ રાઇડર્સના પૂર્વ બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ (12)ને પણ તેણે ચતુરતાથી ફસાવ્યો. તેની ત્રીજી વિકેટ અફસરના રૂપમાં મળી. પિચ પર ટપ્પો પડ્યા બાદ બોલની ગતિ થોડી ધીમી થઈ ગઈ અને સુથારે સરળતાથી કેચ ઝડપી લીધો.









