ઘરેલુ પાઈપલાઈન ગેસ અને સીએનજીના ભાવમાં વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારી વચ્ચે નાગરિકોને વધુ એક આર્થિક ફટકો પડયો છે. વડોદરા ગેસ કંપની દ્વારા ફરી એકવાર ઘરેલુ પાઇપલાઇન ગેસ (પીએનજી) અને સીએનજીના દરમાં વધારો જાહેર કરાયો છે.
કુદરતી ગેસના વધેલા પ્રાપ્તિ ખર્ચ તેમજ વર્તમાન બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને દરોમાં વધારો કરાયો હોવાનું કંપની તરફથી જણાવાયું છે. જોકે, સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે આ વધારો સામાન્ય પરિવારો અને વાહનચાલકોના માસિક ખર્ચમાં વધારો કરશે.
આજે શનિવારથી અમલી બનેલા નવા દર મુજબ સીએનજીનો ભાવ પ્રતિ કિ.ગ્રા રૃા. ૮૫.૯૫માંથી વધારીને રૃા. ૮૬.૫૦ કરાયો છે, એટલે કે પ્રતિ કિ.ગ્રા. ૫૫ પૈસાનો વધારો થયો છે. તે જ રીતે ઘરેલુ પાઇપલાઇન ગેસ (પીએનજી)નો દર પ્રતિ એસસીએમ રૃા. ૫૩.૭૪માંથી વધારીને રૃા. ૫૪.૭૪ કરાયો છે, એટલે કે પ્રતિ એસસીએમ રૃા. ૧નો વધારો થયો છે.









