Sports

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સરકારને આપી ચેતવણી, કહ્યું- ‘તાત્કાલિક તપાસ કમિટી હટાવો’

By GS Team
17 Mar 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશમાં ક્રિકેટ બોર્ડ અને સરકાર વચ્ચે મોટો વિવાદ છંછેડાયો છે. રમત-ગમત મંત્રાલયે ગત વર્ષે બોર્ડની ચૂંટણીમાં કથિત ગેરરીતિની તપાસ કરવા માટે પાંચ સભ્યોની કમિટિ બનાવી છે. આ કમિટિને 11 માર્ચથી 15 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોપવાનો આદેશ અપાયો છે. આમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની ચૂંટણીમાં ગેરરીતિ, હેરફેર અને સત્તાનો દુરુપયોગ જેવા આરોપ લાગાવાયા છે. ત્યારે સરકારના આ પગલાથી બીસીબી નારાજ થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સરકારને આપી ચેતવણી, કહ્યું- ‘તાત્કાલિક તપાસ કમિટી હટાવો’

Bangladesh Cricket Board and Government Controversy : બાંગ્લાદેશમાં ક્રિકેટ બોર્ડ અને સરકાર વચ્ચે મોટો વિવાદ છંછેડાયો છે. રમત-ગમત મંત્રાલયે ગત વર્ષે બોર્ડની ચૂંટણીમાં કથિત ગેરરીતિની તપાસ કરવા માટે પાંચ સભ્યોની કમિટિ બનાવી છે. આ કમિટિને 11 માર્ચથી 15 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપવાનો આદેશ અપાયો છે. આમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની ચૂંટણીમાં ગેરરીતિ, હેરફેર અને સત્તાનો દુરુપયોગ જેવા આરોપ લાગાવાયા છે. ત્યારે સરકારના આ પગલાથી બીસીબી નારાજ થયું છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની સરકારને ચેતવણી

મીડિયા રિપોર્ટ મુજબ, બીસીબીએ સરકારને ચેતવણી આપી છે કે, ‘સરકાર બોર્ડના મામલાઓમાં દખલગીરી કરવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર પરિણામો ઉભા થઈ શકે છે. આવી રીતે ગંભીર આરોપો કરવાથી અને કમિટી રચવાના કારણે બીસીબીની છબી ખરડાઈ શકે છે. આ મામલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા થઈ ગઈ છે.’

બાંગ્લાદેશ પર પ્રતિબંધનો ખતરો!

બોર્ડે સ્પષ્ટ કહ્યું છે કે, ‘લોકશાહી રીતે ચૂંટાયેલા ક્રિકેટ બોર્ડમાં સરકારની દખલગીરી ICCના નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે. આનાથી બાંગ્લાદેશ પર પ્રતિબંધનો ખતરો ઉભો થઈ શકે છે.’ બીસીબીએ ક્રિકેટની સ્થિરતા જાળવવા માટે તાત્કાલિક અસરથી તપાસ કમિટીને હટાવવાની માંગ કરી છે.

એ યાદ રહે કે આઈસીસીએ સરકારની દખલગીરી મામલે અગાઉ ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સહિત અનેક ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી હતી.

આ પણ વાંચો : CSKમાં સામેલ થનાર સંજૂ સેમસન ખુશ, ધોની અને રાજસ્થાન રોયલ્સ અંગે આપ્યું મોટું નિવેદન

વિવાદનું કારણ

આ વિવાદ ત્યારે શરૂ થયો હતો, ત્યારે બાંગ્લાદેશના પૂર્વ સુકાની તમીમ ઈકબાલે બીસીબી અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ પર ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ મૂક્યો હતો. તમીમે દાવો કર્યો હતો કે, ઈસ્લામે ચૂંટણી પહેલા રમત-ગમત મંત્રાલયને પત્ર લખીને કેટલાક જિલ્લાઓમાં કાઉન્સિલર બદલવા કહ્યું હતું. આ ઉપરાંત તમીમે ઉમેદવારી નોંધાવવાની તારીખ બે વખત બદલવાનો પણ આરોપ લગાવ્યો હતો. જોકે ઈસ્લામે તમીમના તમામ આક્ષેપોને રદીયો આપ્યો છે.

વર્તમાન બોર્ડ ગેરકાયદે, ઢાકા લીગનો બહિષ્કાર

પહેલી ઓક્ટોબરના રોજ તમીમ ઈકબાલે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. છ ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ. જોકે હજુ પણ આ મામલે વિવાદ ચાલી રહ્યો છે. ઢાકા ક્લબ અધિકારીઓ અને અન્ય જૂથોએ ચૂંટણીમાં ‘એન્જિનિયરિંગ’નો આક્ષેપ કર્યો છે. મંત્રાલયે ચૂંટણી પરિણામ જાહેર થયાના કલાકોમાં જ પોતાનો એક ઉમેદવાર પરત લેવો પડ્યો હતો. ત્યારબાદ બીસીબી ચૂંટણીનો વિવાદ વધતો જ ગયો. કેટેગરી-2 હેઠળના ઢાકાના અનેક ક્લબે વર્તમાન બોર્ડને ગેરકાયદે ગણાવી અને ઢાકા લીગ-2025-26નો બહિષ્કાર કર્યો હતો.

આ પણ વાંચો : IPLથી નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનશે ધોની? ગૌતમ ગંભીરે વ્યક્ત કરી ઈચ્છા