કાવડિયા હરિદ્વારમાં 7 હજાર મેટ્રિક ટન કચરો છોડતા ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સફાઇ માટે ૧૦૦ મશીનોની મદદ લેવાઇ
- છેલ્લા બે દિવસમાં બે હજાર મેટ્રિક ટન કચરો થયો, ૧૦૦૦ સફાઇકર્મીઓ તૈનાત
હરિદ્વાર : ઉત્તરાખંડના હરિદ્વારમાં કાવડ મેળો પૂર્ણ થયો હતો, આ મેળામાં આવેલા હજારો કાવડિયા પણ પોતાના ઘરે પરત ફર્યા છે પરંતુ જતા જતા તેઓ સાત હજાર મેટ્રિક ટન કચરો છોડી ગયા હતા. જેની સાફ સફાઇ માટે એક હજાર કર્મચારીઓને કામ સોંપવામાં આવ્યું છે. હરિદ્વારમાં કાવડ મેળો યોજાયો હતો, જેમાં દેશભરમાંથી હજારો કાવડિયા આવ્યા હતા. કાવડ યાત્રાની શરૂઆત ૩૦ જુલાઇએ થઇ હતી અને મંગળવારે ૧૧ ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ હતી. હરિદ્વારમાં કાવડ મેળામાં બહુ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે અંતિમ બે દિવસોમાં ભીડ ખૂબ વધી જતા આ બે દિવસોમાં જ મોટી સંખ્યામાં કચરો એકઠો થયો હતો. હરિદ્વાર મ્યૂનિ.ના જણાવ્યા મુજબ મેળાના અંતિમ બે દિવસોમાં જ ૨ હજાર મેટ્રિક ટન કચરો જમા થયો હતો, જેને હટાવવા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત કરાયા છે જ્યારે ૧૦૦ જેટલા હેવી મશીનનો ઉપયોગ થઇ રહ્યો છે. હાલ કાવડિયા તો જતા રહ્યા છે પણ પોતાની પાછળ આશરે ૭ હજાર મેટ્રિક ટન કચરો છોડતા ગયા છે.









